પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી 28 જાન્યુઆરીએ કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે NCC PM રેલીને સંબોધિત કરશે
પોસ્ટેડ ઓન:
27 JAN 2022 7:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી જાન્યુઆરી, 2022ના રોજ બપોરે 12 વાગે દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે નેશનલ કેડેટ કોર્પ્સ પીએમ રેલીને સંબોધિત કરશે.
આ રેલી એનસીસી પ્રજાસત્તાક દિવસ શિબિરની પરાકાષ્ઠા છે અને દર વર્ષે 28 જાન્યુઆરીએ યોજાય છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરશે, NCC ટુકડીઓ દ્વારા માર્ચ પાસ્ટની સમીક્ષા કરશે અને NCC કેડેટ્સ આર્મી એક્શન, સ્લિથરિંગ, માઈક્રોલાઈટ ફ્લાઈંગ, પેરાસેલિંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમનું કૌશલ્ય દર્શાવશે તેના સાક્ષી પણ બનશે. શ્રેષ્ઠ કેડેટ્સને પ્રધાનમંત્રી શ્રી તરફથી મેડલ અને બેટન એનાયત કરાશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
(રીલીઝ આઈડી: 1793086)
મુલાકાતી સંખ્યા : 293
આ રીલીઝ વાંચો:
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam