પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રસીકરણ અભિયાન માટે ડોકટરો, નર્સો અને આરોગ્ય સંભાળ કાર્યકરોની ભૂમિકાની પ્રશંસા કરી

Posted On: 16 JAN 2022 12:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રસીકરણ અભિયાનના 1 વર્ષ પૂરા થવા પર રસીકરણ અભિયાન સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને સલામ કરી છે. પ્રધાનમંત્રીએ રસીકરણ અભિયાન માટે ડોકટરો, નર્સો અને આરોગ્ય સંભાળ કર્મીઓની ભૂમિકાની પ્રશંસા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતના રસીકરણ કાર્યક્રમે કોવિડ-19 સામેની લડાઈમાં મોટી તાકાત ઉમેરી છે.

 MyGovIndia દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં, શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

 "આજે આપણે #1YearOfVaccineDriveને ચિહ્નિત કરીએ છીએ.

રસીકરણ અભિયાન સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને હું સલામ કરું છું.

આપણા રસીકરણ કાર્યક્રમે કોવિડ-19 સામેની લડાઈમાં મોટી તાકાત ઉમેરી છે, જે જીવન બચાવવા અને આજીવિકાનું રક્ષણ કરવા તરફ દોરી ગયો છે.

આ સાથે જ, આપણા ડોકટરો, નર્સો અને આરોગ્ય સંભાળ કર્મીઓની ભૂમિકા અસાધારણ છે. જ્યારે આપણે દૂરના વિસ્તારોમાં રસીકરણ કરતા લોકોની ઝલક જોઈએ છીએ, અથવા આપણા આરોગ્યસંભાળ કર્મચારીઓ ત્યાં રસી લેતા હોય છે, ત્યારે આપણું હૃદય અને મન ગર્વથી ભરાઈ જાય છે.

રોગચાળા સામે લડવાનો ભારતનો અભિગમ હંમેશા વિજ્ઞાન આધારિત રહેશે. આપણા સાથી નાગરિકોને યોગ્ય કાળજી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે અમે સ્વાસ્થ્ય માળખામાં પણ વધારો કરી રહ્યા છીએ.

ચાલો આપણે બધા કોવિડ-19 સંબંધિત પ્રોટોકોલને અનુસરતા રહીએ અને રોગચાળાને દૂર કરીએ."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1790302) Visitor Counter : 323