સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19: માન્યતા વિ. હકીકતો

Posted On: 07 JAN 2022 10:41AM by PIB Ahmedabad

6ઠ્ઠી જાન્યુઆરી 2022ની ECI બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટિપ્પણીઓ પર મીડિયા અહેવાલોમાં ખોટી માહિતી રજૂ કરાઈ છે, પાયાવિહોણા અને ભ્રામક છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ECI સમક્ષ ચૂંટણી યોજાવાની છે એ પાંચ રાજ્યોમાં કોવિડ પ્રસાર અને રસીકરણ કવરેજની સ્થિતિ રજૂ કરી.

કેટલાક મીડિયા અહેવાલો સૂચવે છે કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગઈકાલે ભારતીય ચૂંટણી પંચ (ECI) સાથેની બેઠકમાં સૂચન કર્યું હતું કે "દેશમાં કોવિડની પરિસ્થિતિ વિશે ચિંતા કરવા જેવું કંઈ નથી" અને "મતદાન યોજાનારા રાજ્યોમાં ઓમિક્રોનના બહુ ઓછા કેસોને ધ્યાનમાં રાખીને એલાર્મ અથવા ચિંતાને કોઈ કારણ નથી.”. આવા અહેવાલો અત્યંત ખોટા, ભ્રામક અને સત્યથી દૂર છે. અહેવાલોમાં રોગચાળાની વચ્ચે ખોટી માહિતી ઝુંબેશ શરૂ કરવાની ખૂબ ઊંચી વૃત્તિ છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવે ECI સાથેની તેમની બેઠકમાં દેશમાં કોવિડ તેમજ ઓમિક્રોનના ફેલાવાની સમગ્ર વૈશ્વિક અને સ્થાનિક સ્થિતિ રજૂ કરી હતી. કોવિડ કેસોની વધતી જતી સંખ્યાના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્યોમાં જાહેર આરોગ્ય પ્રતિસાદની તૈયારીની સ્થિતિ પર પણ વિગતો રજૂ કરવામાં આવી હતી. પ્રેઝન્ટેશનનું ધ્યાન  મતદાન યોજાવાનું છે એવા 5 રાજ્યો અને તેમના પડોશી રાજ્યો પર હતું.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1788247) Visitor Counter : 191