પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધન કર્યું


15-18 વર્ષના વયજૂથના યંગસ્ટર્સને રસી મળશે. શિક્ષણમાં મદદ મળશે

અગ્રહરોળના કાર્યકરો, હેલ્થકેર વર્કર્સ અને અન્ય બીમારી ધરાવતા સિનિયર સિટિઝન્સ માટે પ્રધાનમંત્રીએ અગમચેતી ડૉઝ જાહેર કર્યો

હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સનો આત્મવિશ્વાસ મજબૂત થશે

ઓમિક્રોન અંગે લોકોને સાવધ કર્યા, ગભરાવાની જરૂર નથી

દેશમાં આરોગ્યસંભાળ ઇન્ફ્રાસ્ટ્રકચરની વિગતો આપી

“વાયરસ જેમ ગુણવિકાર થઈ રહ્યો છે એમ પડકારનો સામનો કરવાની આપણી ક્ષમતા અને આત્મવિશ્વાસનો પણ આપણી નવીન હિંમત સાથે ગુણાકાર થઈ રહ્યો છે”

Posted On: 25 DEC 2021 10:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે સોમવાર, ત્રીજી જાન્યુઆરી 2022થી 15-18 વર્ષના વયજૂથના બાળકોનું રસીકરણ શરૂ થશે. આ પગલાંથી શાળાઓમાં શિક્ષણ સામાન્ય થવાની અપેક્ષા છે અને શાળાએ જતા બાળકોના માતા-પિતાની ચિંતા ઘટાડશે. તેમણે 10મી જાન્યુઆરી, 2022, સોમવારથી આરોગ્યસંભાળ અને અગ્રહરોળના કાર્યકરો માટે અગમચેતીના ડૉઝની પણ જાહેરાત કરી હતી. ફ્રન્ટલાઇન વર્કર્સ અને હેલ્થ કેર વર્કર્સ કોવિડ દર્દીઓની સેવામાં જે સમય વીતાવે છે એને ધ્યાનમાં લઈને આમ કરાયું છે. ભારતમાં આને ‘પ્રિકૉશન ડૉઝ-અગમચેતીનો ડૉઝ’ કહેવામાં આવે છે, નહીં કે બૂસ્ટર ડૉઝ. અગમચેતીના ડૉઝના નિર્ણયથી આરોગ્યસંભાળ અને અગ્રહરોળના કાર્યકરોનો આત્મવિશ્વાસ મજબૂત થશે. પ્રધાનમંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે 60 વર્ષથી વધુની વયના સિનિયર સિટિઝન્સ જેઓ અન્ય બીમારી ધરાવતા હોય એમને 10મી જાન્યુઆરી, 2022થી એમના તબીબોની સલાહ પર અગમચેતીના ડૉઝનો વિકલ્પ મળશે.

ભારતમાં ઓમિક્રોનના ચેપનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ લોકોને ગભરાટમાં ન આવી જવાની અને માસ્ક્સ તેમજ વારંવાર હાથ ધોવા જેવી સાવધાનીઓને અનુસરવાની વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે મહામારી સામેની લડતનો વૈશ્વિક અનુભવ કહે છે કે કોરોના સામેની લડાઇમાં તમામ માર્ગદર્શિકાનું અનુસરણ સૌથી મોટા શસ્ત્રો છે. બીજું હથિયાર રસીકરણ છે, એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ માહિતી આપી કે આ વર્ષની 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણનાં અભિયાને 141 કરોડ ડૉઝીસ પાર કર્યાં છે. તેમણે આ સફળતા માટે નાગરિકો, વૈજ્ઞાનિકો અને આરોગ્યસંભાળ કાર્યકરો અને તબીબોના સામૂહિક પ્રયાસોને યશ આપ્યો હતો. રસીની ગંભીરતાને બહુ વહેલી રસી પર ઓળખી કાઢવામાં આવી હતી, સંશોધનની સાથે જ મંજૂરીની પ્રક્રિયા, પુરવઠા સાંકળ, વિતરણ, આઇટી સપોર્ટ સિસ્ટમ અને પ્રમાણપત્ર પર કાર્ય કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. આ પ્રયાસોને કારણે દેશમાં 61 ટકા વસ્તીને રસીના બેઉ ડૉઝીસ અને 90 ટકા વયસ્કોને પહેલો ડૉઝ મળી ગયો છે.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે આજે, જેમ જેમ વાયરસ ગુણવિકાર પામી રહ્યો છે તેમ તેમ આપણી પડકારનો સામનો કરવાની ક્ષમતા અને આત્મવિશ્વાસનો પણ આપણી નવીન હિંમત સાથે ગુણાકાર થઈ રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે આજે દેશ પાસે 18 લાખ આઇસોલેશન બૅડ્સ, 5 લાખ ઑક્સિજન સપોર્ટેડ બૅડ્સ, 1 લાખ 40 હજાર આઇસીયુ બૅડ્સ, ખાસ બાળકો માટે 90 હજાર આઇસીયુ અને નોન આઇસીયુ બૅડ્સ, 3 હજાર કરતા વધુ પીએસએ ઑક્સિજન પ્લાન્ટ્સ, 4 લાખ ઑક્સિજન સિલિન્ડર્સ છે અને બફર ડૉઝીસ અને ટેસ્ટિંગ માટે રાજ્યોને મદદ પૂરી પડાઇ રહી છે.

પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે દેશ જલદી નાકમાં મૂકવાની રસી અને વિશ્વની પહેલી ડીએનએ રસી વિકસાવશે. પ્રધાનમંત્રીએ માહિતી આપી કે કોરોના સામેની ભારતની લડાઇ, એકદમ શરૂઆતથી જ વૈજ્ઞાનિક સિદ્ધાંતો, વૈજ્ઞાનિક મસલતો અને વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત રહી છે. 11 મહિનાથી ચાલતાં રસીકરણ અભિયાને દેશવાસીઓનાં રોજિંદા જીવનમાં રાહત અને રાબેતાની સ્થિતિ લાવી છે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. વિશ્વના ઘણા દેશોની સરખામણીએ આર્થિક પ્રવૃત્તિઓ પ્રોત્સાહજનક રહી છે. તેમ છતાં, પ્રધાનમંત્રીએ સચેત કર્યા હતા કે કોરોના હજી ગયો નથી અને સાવધાની જ સર્વોચ્ચ અગ્રતા છે.

શ્રી મોદીએ અફવાઓ, ગૂંચવણ અને ભય ફેલાવવાના પ્રયાસો સામે સાવધાન કર્યા હતા. તેમણે આગામી દિવસોમાં વિશ્વનાં સૌથી મોટાં રસીકરણનાં અભિયાનને મજબૂત અને ઝડપી કરવાની અપીલ કરી હતી. 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1785234) Visitor Counter : 286