પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 18 ડિસેમ્બરે શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે
સમગ્ર દેશમાં ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રીના વિઝન દ્વારા સંચાલિત
મેરઠથી પ્રયાગરાજ સુધીનો એક્સપ્રેસ વે રાજ્યના પશ્ચિમી અને પૂર્વીય વિસ્તારોને જોડતો યુપીના 12 જિલ્લામાંથી પસાર થશે.
રૂ. 36,200 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર આ યૂપીનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે
શાહજહાંપુરમાં એક્સપ્રેસ વે પર બાંધવામાં આવનાર એરફોર્સના વિમાનોના ઇમરજન્સી ટેક ઓફ અને લેન્ડિંગમાં મદદ કરવા માટે 3.5 કિમી લાંબી હવાઈ પટ્ટી
Posted On:
16 DEC 2021 2:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ડિસેમ્બર, 2021ના રોજ બપોરે લગભગ 1 વાગ્યે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે.
એક્સપ્રેસ-વે પાછળની પ્રેરણા એ સમગ્ર દેશમાં ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવાનું પ્રધાનમંત્રીનું વિઝન છે. 594 કિલોમીટર લાંબો છ લેનનો એક્સપ્રેસ વે રૂ. 36,200 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે. મેરઠના બિજૌલી ગામની નજીકથી શરૂ થઈને, એક્સપ્રેસ વે પ્રયાગરાજના જુડાપુર દાંડુ ગામ સુધી લંબાશે. તે મેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બુદૌન, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજમાંથી પસાર થશે. કામ પૂર્ણ થયા પછી, તે ઉત્તર પ્રદેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે, જે રાજ્યના પશ્ચિમ અને પૂર્વીય વિસ્તારોને જોડશે. શાહજહાંપુરમાં એક્સપ્રેસ વે પર એરફોર્સના વિમાનોના ઇમરજન્સી ટેકઓફ અને લેન્ડિંગમાં મદદ કરવા માટે 3.5 કિમી લાંબી એર સ્ટ્રીપ પણ બનાવવામાં આવશે. એક્સપ્રેસ વેની સાથે ઔદ્યોગિક કોરિડોર પણ બાંધવાની દરખાસ્ત છે.
એક્સપ્રેસ વે ઔદ્યોગિક વિકાસ, વેપાર, કૃષિ, પ્રવાસન વગેરે સહિતના અનેક ક્ષેત્રોને પણ વેગ આપશે. તે પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસને મોટું પ્રોત્સાહન આપશે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1782183)
Visitor Counter : 245
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam