ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
ડિજિટલ ઇન્ડિયાએ લોકોના જીવનને પરિવર્તિત કરવામાં, ડિજિટલ ઇકોનોમીના નિર્માણમાં અને દેશ માટે વ્યૂહાત્મક ફાયદાના સર્જનમાં પ્રચંડ યોગદાન આપ્યું છે: આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર
આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા એક સપ્તાહના આઝાદી કા ડિજિટલ મહોત્સવનો પ્રારંભ
આસિસ્ટેડ મોડમાં ઉમંગ સર્વિસિઝની ડિલિવરી માટેની નીતિ જાહેર કરાઈ
ડિજિટલ ઇન્ડિયાની 75 સક્સેસ સ્ટોરીઝની ઇ-બૂક, ભારતની એઆઇ યાત્રા (75 વર્ષ) અંગેનો વીડિયો જારી કરાયો
Posted On:
29 NOV 2021 2:09PM by PIB Ahmedabad
ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ, એન્ત્રેપ્રેન્યોરશિપ અને ઇલેક્ટ્રોનિક્સ તથા આઇટી મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા એક સપ્તાહ સુધી ચાલનારા આઝાદી કા ડિજિટલ મહોત્સવનું 29 નવેમ્બર, 2021ના રોજ નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે ઉદઘાટન કર્યું હતું. મંચ ઉપર ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)ના સચિવ શ્રી અજય સાહની અને અધિક સચિવ ડો. રાજેન્દ્રકુમાર, નાસકોમના પ્રમુખ કુ. દેબજાની ઘોષ તથા MyGov અને NeGDના સીઇઓ શ્રી અભિષેક સિંહનો સમાવેશ થાય છે.
પોતાના સંબોધનમાં શ્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે વર્ષ 2021 એ એક નોંધપાત્ર વર્ષ રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયાએ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સર્વિસિઝની સ્થિતિસ્થાપકતા પૂરવાર કરી છે અને મહામારી પછીના વિશ્વમાં ભારત વધુ આત્મવિશ્વાસ સભર અને વધુ આશાવાદી રાષ્ટ્ર તરીકે ઊભરી આવ્યું છે. તેમણે કહ્યું કે ડિજિટલ ઇન્ડિયાએ લોકોના જીવનને પરિવર્તિત કરવામાં, ડિજિટલ ઇકોનોમીના નિર્માણમાં તથા દેશ માટે વ્યૂહાત્મક ફાયદાના સર્જનમાં પ્રચંડ યોગદાન આપ્યું છે. ટેક્નોલોજીની વધતી જતી અસરકારકતા તથા ભવિષ્યમાં નાગરિકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને તેમણે છ ક્ષેત્રે કાર્યવાહી જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ છ ક્ષેત્રમાં સૌના માટે કનેક્ટિવિટી, સરકારની સેવાઓ અને પ્રોડક્ટ્સના સ્માર્ટ આર્કિટેક્ચર આધારિત ડિજિટલાઇઝેશન, ભારતમાં ટ્રિલિયન-ડોલર ડિજિટલ ઇકોનોમી, ગ્લોબલ સ્ટાન્ડર્ડ લો, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા ફાઇવ-જી ની આધુનિક ટેક્નોલોજીમાં મોખરાના સ્થાન અને વ્યાપક આધાર ધરાવતા સ્કીલ અને ટેલેન્ટ પૂલનો સમાવેશ થાય છે. તેમણે અંતમાં સબ કા સાથ સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ ઔર સબ કા પ્રયાસના અમલ માટે આહવાન કર્યું હતું.
શ્રી અજય સાહનીએ જણાવ્યું કે આ ઘડી આપણે જે પ્રાપ્ત કર્યું તેની ઉજવણી કરવાની, ભવિષ્ય માટેની તેમજ ન્યૂ ઇન્ડિયાના નિર્માણ માટેની ગતિવિધિની યોજના ઘડવાની છે. તેમણે કહ્યું કે અનેક પ્રકારની ડિજિટલ સર્વિસિઝ કાર્યરત્ છે અને હવે ઉદ્યોગની ભાગીદારીમાં રાષ્ટ્રવ્યાપી પબ્લિક ડિજિટલ પ્લેટફોર્મ્સ મારફત સામાજિક ક્ષેત્રોમાં સ્વતંત્ર સાઇલો પ્રોજેક્ટ્સનો સુમેળ સાધવામાં આવે તેનો સમય આવી ગયો છે. તેમણે સર્વિસિઝની સંપૂર્ણ શ્રેણી મેળવવા માટે સિંગલ સાઇન-ઓ, મલ્ટિપલ વિન્ડોઝ પર તથા સર્વિસ ડિલિવરી સેન્ટર્સના આસિસ્ટેડ મોડમાં વોક-ઇનની નાગરિકે પસંદગી આપવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને ઊભરતી ટેક્નોલોજિઝનો ઉપયોગ કરીને ભારતમાં ડિજિટલ પ્રોડક્ટ્સ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી.
આ અવસરે પોતાના સંબોધનમાં MyGov અને NeGDના સીઇઓ શ્રી અભિષેક સિંહે ડિજિટલ પરિવર્તનને લગતી પહેલોને ઉજાગર કરી હતી અને ડિજિટલ ન્ડિયાના નિર્માણમાં યોગદા આપનારાઓને બિરદાવ્યા હતાં અને કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાનો ધ્યેય વર્તમાન તથા ભાવિ ડિજિટલ પહેલ માટેનું મુખ્ય ચાલક બળ છે અને તે ધ્યેય સાકાર કરવા માટે તમામ પ્રયાસ કરાઈ રહ્યાં છે. તેમણે આગામી સાત દિવસ દરમિયાન યોજાનારી ઇવેન્ટ્સ વિશે ટૂંકાણમાં ચર્ચા કરી હતી. આ ઇવેન્ટ્સ જે વિષયોને આવરી લેવાની છે તેમાં ડિજિટલ ઇન્ડિયા – પબ્લિક પ્લેટફોર્મ્સ એન્ડ સ્ટેટ ઇનિશિએટિવ્સ, ઇમર્જિંગ ટેક્નોલોજિઝ ઇન્ક્લુડિંગ એઆઇ, મેઇટી સ્ટાર્ટઅપ હબ, મેકિંગ ઇન્ડિયા આત્મનિર્ભરત ઇન ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, એમ્પાવરિંગ સિટિઝન્સ થ્રૂ સીએસસી, સ્વદેશી માઇક્રોપ્રોસેસર્સ એન્ડ નેશનલ સુપરકમ્પ્યૂટિંગ મિશન, સિટિઝન એન્ગેજમેન્ટ વિથ MyGov અને ડિજિટલ પેમેન્ટ ઉત્સવનો સમાવેશ થાય છે. તેમણે 50 સ્ટોલ્સ ધરાવતું એક પ્રદર્શન ખુલ્લું મૂકાયું છે અને સરકારી શાળાઓની ટોચની 20 ટીમ એઆઇ સંબંધિત સોલ્યૂશન્સ પ્રદર્શિત કરી રહી હોવાની માહિતી પણ આપી હતી.
ડો. રાજેન્દ્ર કુમારે કહ્યું હતું કે વિશ્વના ડિજિટલ ક્ષેત્રમાં ભારતનું આગમન થઈ ગયું છે અને હવે ભારત વિશ્વમાં સૌથી વધુ મોબાઇલ ઉત્પાદિત કરનારા રાષ્ટ્રો પૈકીનું એક છે. તેમણે એપ્લિકેશન્સ પરથી પ્લેટફોર્મ્સ પર જવામાં, ઇલેક્ટ્રોનિક્સા ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં, એઆઇ અને ફાઇવ-જી જેવી ઊભરતી ટેક્નોલોજીમાં ઉપસ્થિતિ મેળવવા, સાયબર સિક્યુરિટીમાં પ્રગતિ સાધવા તેમજ ડિજિટલ ક્ષેત્રે - ખાસ કરીને ડેટા પ્રોટેક્શનમાં મજબૂત કાનૂની માળખું ઘડવા માટેના સાતત્યપૂર્ણ પ્રયાસો ઉપર ભાર પણ મૂક્યો હતો.
કુ. દેબજાની ઘોષે સમાવેશક વિકાસ માટે ટેક્નોલોજીના ક્ષેત્રે ભારતના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતે દુનિયાને ટેક્નોલોજીનો સાચો મતલબ દર્શાવ્યો છે, જેમકે સમાવેશક વિકાસ, જાહેર હિત માટે ટેક્નોલોજી અને વ્યવસ્થાના નીચલા સ્તરે રહેલા લોકોને લક્ષ્યમાં ધરાવતી ટેક્નોલોજી. તેમણે ટીમ ઇન્ડિયાના ભાગરૂપે સરકાર અને ઉદ્યોગની ભાગીદારી અંગે પણ ચર્ચા કરી હતી.
આ પ્રારંભિક સત્રમાં ડિજિટલ ઇન્ડિયાની સિદ્ધિઓ વિશેના મૂવી – 75 સક્સેસ સ્ટોરીઝ અંડર ડિજિટલ ઇન્ડિયા, અને 75@75 ઇન્ડિયા’ઝ AI જર્નીની રજૂઆત પણ કરાઈ હતી. આસિસ્ટેડ મોડમાં ઉમંગ સર્વિસિઝની ડિલિવરી માટેની નીતિની પણ જાહેરાત કરાઈ હતી. ઉદઘાટન સત્ર બાદ સરકાર અને સ્ટાર્ટ-અપ ઇનિશિયેટિવ્સના 50 સ્ટોલ્સને આવરી લેતા પ્રદર્શન હોલને ખુલ્લો મૂકાયો હતો.
આ કાર્યક્રમનો વિગતવાર એજન્ડા https://amritmahotsav.negd.in/ પર ઉપલબ્ધ છે.
ડિજિટલ ઇન્ડિયાની સત્તાવાર યુટ્યૂબ ચેનલ https://www.youtube.com/DigitalIndiaofficial/ પર આ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરાયું હતું.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1776153)
Visitor Counter : 364