પ્રધાનમંત્રીનું કાર્યાલય
બહુપરિમાણીય ગરીબી સૂચકાંક અંગે સમજણ નોંધ
રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક: NFHS-4 (2015-16)ના આધારે આધારરેખા અહેવાલ
Posted On:
27 NOV 2021 9:20AM by PIB Ahmedabad
1. કેબિનેટ સચિવની સુધારા અને વિકાસ માટે વૈશ્વિક સૂચકાંકો (GIRG) પહેલ હેઠળ, 29 વૈશ્વિક સૂચકાંકના આધારે દેશની કામગીરી દેખરેખ રાખવામાં આવી રહી છે જેમાં માનવ વિકાસ સૂચકાંક (HDI), વૈશ્વિક ભૂખ સૂચકાંક (GHI), વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંક (GCI), માનવ મૂડી સૂચકાંક (HCI), વૈશ્વિક આવિષ્કાર સૂચકાંક (GII) તેમજ અન્યનો સમાવેશ થાય છે. આ કવાયતનો ઉદ્દેશ મહત્વપૂર્ણ સામાજિક, આર્થિક અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારવામાં આવેલા સૂચકાંકોના દેખરેખ વ્યવસ્થાતંત્રનો લાભ લઇને વૈશ્વિક સ્તરે આ સૂચકાંકોમાં ભારતના પ્રદર્શનમાં સુધારાત્મક પરિણામો લાવવા માટે જરૂરી સુધારાઓ કરવા અને તદાનુસાર તેને આ સૂચકાંકોમાં પ્રતિબિંબત કરવા માટેના સાધન તરીકે ઉપયોગમાં લેવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવાનો છે. આ પહેલ હેઠળ, નીતિ આયોગને બહુપરીમાણીય ગરીબી સૂચકાંક (MPI) માટે નોડલ મંત્રાલય તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. વૈશ્વિક MPI 2021 અનુસાર, 109 દેશોમાંથી ભારતનો ક્રમ 66મો આવે છે. રાષ્ટ્રીય MPI પરિયોજનાનો મૂળ ઉદ્દેશ્ય વૈશ્વિક MPIનું વિગતે વિશ્લેષણ કરવાનો છે અને વૈશ્વિક MPI રેન્કિંગમાં ભારતની સ્થિતિ સુધારવાના મોટા ધ્યેય સાથે વ્યાપક સુધારા એક્શન પ્લાન તૈયાર કરવા માટે વૈશ્વિક સ્તરે સંરેખિત અને છતાં વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવેલા ભારત MPIનું સર્જન કરવાનો છે. MPIના નોડલ મંત્રાલય તરીકે નીતિ આયોગ સૂચકાંકની પ્રકાશન એજન્સીઓ સાથે જોડાવા માટે; રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની કામગીરીના આધારે રેન્કિંગ આપવા માટે જવાબદાર છે અને તેમના દ્વારા દરેક રાષ્ટ્રીય MPI સૂચક સાથે મેપિંગ કરવામાં આવેલા બાર સૂરેખ મંત્રાલયોની સલાહ લેવા માટે આંતર-મંત્રાલય MPI સંકલન સમિતિ (MPICC)નું ગઠન પણ કરવામાં આવ્યું છે.
2. રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક: NFHS-4 (2015-16)ના આધારે આધારરેખા અહેવાલ નીતિ આયોગ દ્વારા 12 સૂરેખ મંત્રાલયો સાથે પરામર્શ દ્વારા અને રાજ્ય સરકારો તેમજ સૂચકાંકની પ્રકાશક એજન્સીઓ જેમકે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ઓક્સફોર્ડ ગરીબી અને માનવ વિકાસ પહેલ (OPHI) અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) સાથે ભાગીદારીથી તૈયાર કરવામાં આવ્યો છે.
3. રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક: આધારરેખા અહેવાલ રાષ્ટ્રીય પરિવાર સર્વેક્ષણ 4ના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ સર્વેક્ષણ 2015-16માં હાથ ધરવામાં આવ્યું હતું. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આંતરરાષ્ટ્રીય વસતી વિજ્ઞાન સંસ્થા (IIPS) દ્વારા NFHS હાથ ધરવામાં આવે છે.
4. રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક: NFHS-4 (2015-16)ના આધારે આધારરેખા અહેવાલ દીર્ઘકાલિન વિકાસ લક્ષ્ય (SDG)ના લક્ષ્ય 1.2ની દિશામાં પ્રગતિ માપવા માટે આપવામાં આવેલું યોગદાન છે જેનો ઉદ્દેશ "તેના તમામ પરિમાણોમાં ગરીબીમાં જીવતા તમામ વયજૂથના પુરુષો, મહિલાઓ તેમજ બાળકોની સંખ્યા ઓછામાં ઓછા અડધા પ્રમાણમાં" ઘટાડવાનો છે. આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણના ત્રણ પરિમાણમાં, તેમાં પોષણ, બાળ અને કિશોર મૃત્યુદર, માતાની સંભાળ, શાળાકીય અભ્યાસના વર્ષો, શાળામાં હાજરી, રસોઈ માટેનું ઈંધણ, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી, આવાસ, બેંકમાં ખાતા અને અસ્કયામતોનો સમાવેશ થાય છે.
5. NFHS 4 (ડેટા સમયગાળો: 2015-16), આવાસ, પીવાનું પાણી, સ્વચ્છતા અને સફાઇ, વીજળી, રસોઈ માટેનું ઈંધણ, નાણાકીય સમાવેશિતા ઉપરાંત શાળામાં હાજરી, પોષણ, માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાની દિશામાં હાથ ધરવામાં આવેલા અન્ય મુખ્ય પ્રયાસો અંગેની મુખ્ય યોજનાઓના સંપૂર્ણ અમલીકરણને આગળ ધપાવે છે. આથી, તે પરિસ્થિતિનું માપન કરવા માટેના આધારરેખાના ઉપયોગી સ્રોત એટલે કે રાષ્ટ્રીય મહત્વની યોજનાઓના વ્યાપક સ્તરે અમલીકરણ પહેલા સ્થિતિનું માપન કરવા માટેના સ્રોત તરીકે સેવા આપે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY), જલ જીવન મિશન (JJM), સ્વચ્છ ભારત મિશન (SBM), પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના (સૌભાગ્ય), પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY), પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY), પોષણ અભિયાન અને સમગ્ર શિક્ષા તેમાંની કેટલીક યોજનાઓ અને કાર્યક્રમો છે.
6. NFHS માટે એકમ સ્તરે એકત્રિત કરવામાં આવેલા પારિવારિક સુક્ષ્મ ડેટા રાષ્ટ્રીય MPIની ગુણતરી કરવાના આધાર તરીકે સેવા આપે છે. આ એકમ સ્તરના સુક્ષ્મ ડેટા 2015-16માં એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ વર્તમાન MPI અહેવાલ માટે કરવામાં આવે છે જેથી આધારરેખા બહુપરિમાણીય ગરીબીનો વિચાર એટલે કે ઉપરોક્ત ઉલ્લેખિત યોજનાઓના સંપૂર્ણપણે અમલીકરણ પહેલાં MPIના સંદર્ભમાં દેશની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય. આ આધારરેખાના સંદર્ભમાં દેશની પ્રગતિને 2019-20માં એકત્રિત કરવામાં આવેલા NFHS-5નો ઉપયોગ કરીને માપવામાં આવશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે NFHS 5 2019-20ની સારાંશ ફેક્ટ શીટ્સ 24 નવેમ્બર 2021ના રોજ IIPS અને MoHFW દ્વારા બહાર પાડવામાં આવી હતી. 2019-20ના ડેટા સમયગાળાના NFHS 5 પર આધારિત રાષ્ટ્રીય MPIની ગણતરી જ્યારે આવતા વર્ષે IIPS અને MoHFW દ્વારા એકમ સ્તરે સુક્ષ્મ ડેટા બહાર પાડવામાં આવશે ત્યારે કરવામાં આવશે.
7. NFHS 5 (2019-20)ની સારાંશ ડેટા ફેક્ટ શીટ્સમાંથી પ્રાપ્ત થયેલા પ્રાથમિક અવલોકનો પ્રોત્સાહક છે. તેમાં સૂચવવામાં આવ્યું છે કે, રસોઈ માટેના સ્વચ્છ ઈંધણ, સ્વચ્છતા અને વીજળીની પહોંચમાં સુધારો થયો છે અને તેના પરિણામરૂપે વંચિતતામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત, 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે બહાર પાડવામાં આવેલા રાજ્ય અહેવાલો સૂચવવામાં આવ્યું કે, શાળામાં બાળકોની હાજરી, પીવાના પાણી, બેંકમાં ખાતા અને આવાસમાં વંચિતતામાં ઘટાડો નોંધાયો છે. આ સુધારાઓ NFHS 5 (2019-20)ના પારિવારિક સૂક્ષ્મ ડેટાના આધારે આવનારા સૂચકાંકમાં બહુપરિમાણીય ગરીબીની ઘટનાઓમાં ઘટાડાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઇ હોવાનું સૂચિત કરે છે.
8. કેન્દ્રીત કાર્યક્રમ આધારિત હસ્તક્ષેપો અને NFHS 4 (2015-16)ના સમયથી મુખ્ય યોજનાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી નોંધપાત્ર સિદ્ધિ NFHS 5 (2019-20) ફેક્ટ શીટ્સ અને રાષ્ટ્રીય MPIના કાર્યક્ષેત્ર હેઠળ સૂચકાંકો માટેના અહેવાલોમાં પ્રતિબિંબિત થાય છે. આધારરેખા રાષ્ટ્રીય MPI રિપોર્ટનું ફોલોઅપ એવો પ્રગતિ અહેવાલ, 2015-16 (NFHS 4) અને 2019-20 (NFHS 5)ની વચ્ચે બહુપરીમાણીય ગરીબીમાં આ ઘટાડો કેપ્ચર કરશે. NFHS 5નો એકમ સ્તરનો સુક્ષ્મ ડેટા ઉપલબ્ધ થયા પછી આ અહેવાલ બહાર પાડવામાં આવશે.
રાષ્ટ્રીય MPI (રાષ્ટ્રીય પારિવારિક આરોગ્ય સર્વેક્ષણ - 4, ડેટા સમયગાળો- 2015-16 પર આધારિત): પરિમાણો, સૂચકાંકો અને તારણો
- ભારતનો રાષ્ટ્રીય MPI આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણ એમ ત્રણ સુક્ષ્મ પરિમાણમાં પરિવારોને સામનો કરવો પડતો હોય તેવી બહુવિધ અને એક સાથે આવતી વંચિતતાઓ કેપ્ચર કરે છે. રાષ્ટ્રીય MPI પરિમાણો, સૂચકાંકો અને વજનનો નીચે ઉલ્લેખ કરેલો છે:
- રાષ્ટ્રીય MPI માથાદીઠ સંખ્યા ગુણોત્તર અને અને તીવ્રતાનું અનુમાન માત્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે જ નહીં પરંતુ તમામ જિલ્લાઓ માટે પણ રજૂ કરવામાં આવેલું છે. આ અહેવાલની તે એક અનન્ય વિશેષતા છે. આ માત્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે જ નહીં પરંતુ રાજ્યના જિલ્લાઓમાં પણ તુલનાત્મક અને સંબંધિત કામગીરીનું વિશ્લેષણ કરવાનું સામર્થ્ય પ્રદાન કરશે. દેશની સંઘીય રચના અને હસ્તક્ષેપ તેમજ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે જિલ્લા વહીવટીતંત્રની સામેલગીરીના મહત્વને ધ્યાનમાં રાખતા આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આકૃતિ 2: માથાદીઠ સંખ્યા ગુણોત્તર (MPI ગરીબ હોય તેવી વસતીના ટકા (%))
રાજ્યોને નીચે તેમના સંબંધિત MPI માથાદીઠ સંખ્યા ગુણોત્તરના સંદર્ભમાં ચઢતા ક્રમમાં દર્શાવવામાં આવ્યા છે:
આકૃતિ 3:
NFHS 5 (ડેટા સમયગાળો – 2019- 20)માં સકારાત્મક વલણ: NFHS ફેક્ટ શીટ્સ અને અહેવાલોના પ્રાથમિક અવલોકનો
- IIPS અને MoHFW દ્વારા NFHS 5 (2019-20) પારિવારિક સ્તરના સૂક્ષ્મ ડેટા બહાર પાડવામાં આવ્યા તે પછી જ પોષણ, બાળ અને કિશોર મૃત્યુદર, માતાનું આરોગ્ય, શાળાકીય શિક્ષણ અને અસ્કયામતો પરના સૂચકાંકોની ગણતરી થઈ શકે છે. MPI સ્કોરની ગણતરી આપવામાં આવેલા રાજ્ય અથવા જિલ્લામાં એક સાથે તમામ 12 સૂચકાંકો પર નમૂનારૂપે લેવામાં આવેલા દરેક પરિવારને સ્કોર આપીને તેના આધારે કરવામાં આવે છે. આથી, તેને NFHSના પારિવારિક એકમ સ્તરના સુક્ષ્મ ડેટાની જરૂર પડે છે.
- 24 નવેમ્બર 2021ના રોજ IIPS and MoHFW દ્વારા બહાર પાડવામાં આવેલી NFHS 5 (2019-20) ફેક્ટશીટ્સમાં વીજળી, રસોઈ માટેના ઈંધણ અને સ્વચ્છતાના સૂચકાંકો માટે પ્રાથમિક અનુમાનો તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઉપલબ્ધ છે.
- શાળામાં વિદ્યાર્થીઓની હાજરી, પીવાનું પાણી, આવાસ અને બેંકમાં ખાતાના પ્રાથમિક અનુમાનો ફક્ત 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે NFHS 5 (2019-20)ના રાજ્યના અહેવાલોમાં ઉપલબ્ધ છે.
- નીચે આપેલા આલેખમાં પીળા રંગના પટ્ટા 2015-16 (NFHS 4)માં રાષ્ટ્રીય MPIના સૂચકાંકમાં વંચિત વસતીની ટકાવારી સૂચવે છે. લીલા રંગના પટ્ટા 2019-20 (NFHS 5)માં સૂચકાંકમાં વંચિત વસતીની ટકાવારી સૂચવે છે.
- વંચિતતા =100 – ચોક્કસ સૂચકાંકમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિ. ઉદાહરણ તરીકે: વીજળીની ઉપલબ્ધતા સાથે રહેલી વસતીની સંખ્યા =99% હોય તો વંચિતતા = 1% થાય.
- વીજળીમાં વંચિતતા ઘટાડવાના મામલે NFHS 5 (2019-20)માં સકારાત્મક વલણો (NFHS 4 2015-16 પીળા રંગમાં અને NFHS 5 2019-20 લીલા રંગમાં દર્શાવેલ છે)
- સુધારેલ અને વિશિષ્ટ સ્વચ્છતામાં વંચિતતા ઘટાડવાના મામલે NFHS 5 (2019-20)માં સકારાત્મક વલણો (NFHS 4 2015-16 પીળા રંગમાં અને NFHS 5 2019-20 લીલા રંગમાં દર્શાવેલ છે)
- રસોઈ માટે સ્વચ્છ ઈંધણનો ઉપયોગ કરવામાં વંચિતતા ઘટાડવા મામલે NFHS 5 (2019-20)માં સકારાત્મક વલણો (NFHS 4 2015-16 પીળા રંગમાં અને NFHS 5 2019-20 લીલા રંગમાં દર્શાવેલ છે)
- પીવાના પાણીમાં વંચિતતા ઘટાડવા મામલે NFHS 5 (2019-20)માં સકારાત્મક વલણો (NFHS 4 2015-16 પીળા રંગમાં અને NFHS 5 2019-20 લીલા રંગમાં દર્શાવેલ છે)
- પ્રાથમિક શાળામાં હાજરીમાં વંચિતતા ઘટાડવા મામલે NFHS 5 (2019-20)માં સકારાત્મક વલણો (NFHS 4 2015-16 પીળા રંગમાં અને NFHS 5 2019-20 લીલા રંગમાં દર્શાવેલ છે)
- બેંક ખાતા અંગે વંચિતતા ઘટાડવા મામલે NFHS 5 (2019-20)માં સકારાત્મક વલણો (NFHS 4 2015-16 પીળા રંગમાં અને NFHS 5 2019-20 લીલા રંગમાં દર્શાવેલ છે)
- આવાસ અંગે વંચિતતા ઘટાડવા મામલે NFHS 5 (2019-20) માં સકારાત્મક વલણો (NFHS 4 2015-16 પીળા રંગમાં અને NFHS 5 2019-20 લીલા રંગમાં દર્શાવેલ છે)
* MPI એવું પરિભાષિત કરે છે કે, જો કોઈ વ્યક્તિ NFHS-5 દ્વારા વ્યાખ્યાંકિત અનુસાર કાચા અથવા અડધા-પાકા મકાનમાં રહેતી હોય તો તેને આવાસથી વંચિત ગણવામાં આવે છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1775551)
Visitor Counter : 673
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam