પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શિવશાહીર બાબાસાહેબ પુરંદરેના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
15 NOV 2021 10:17AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લેખક, ઈતિહાસકાર અને રંગભૂમિની વ્યક્તિત્વ શિવશાહીર બાબાસાહેબ પુરંદરેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આવનારી પેઢીઓને છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડવામાં શિવશાહીર બાબાસાહેબ પુરંદરેના યોગદાનને યાદ કર્યું. શ્રી મોદીએ થોડા મહિના પહેલા તેમના શતાબ્દી વર્ષના કાર્યક્રમને સંબોધિત કર્યું ત્યારે પણ તેમનું સંબોધન પોસ્ટ કર્યું હતું.
શ્રેણીબધ્ધ ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું: “હું મારું દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. શિવશાહીર બાબાસાહેબ પુરંદરેના નિધનથી ઈતિહાસ અને સંસ્કૃતિની દુનિયામાં એક મોટો ખાલીપો પડી ગયો છે. આવનારી પેઢીઓને છત્રપતિ શિવાજી મહારાજ સાથે વધુ જોડાવામાં તેમની ભૂમિકાને લઈને લોકો તેમના આભારી છે. તેમની અન્ય રચનાઓ પણ યાદ કરવામાં આવશે.
શિવશાહીર બાબાસાહેબ પુરંદરે વિનોદી, જ્ઞાની અને ભારતીય ઈતિહાસનું વિપુલ જ્ઞાન ધરાવતા હતા. મને વર્ષોથી તેમની સાથે ખૂબ નજીકથી વાતચીત કરવાનું સન્માન મળ્યું. થોડા મહિનાઓ પહેલા, તેમના શતાબ્દી વર્ષના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.
શિવશાહીર બાબાસાહેબ પુરંદરે તેમના વ્યાપક કાર્યોને કારણે જીવંત રહેશે. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1771831)
आगंतुक पटल : 300
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam