પ્રધાનમંત્રીનું કાર્યાલય

જી20 શિખર મંત્રણાની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

Posted On: 30 OCT 2021 10:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબર, 2021ના રોજ ઈટાલીના રોમમાં આયોજિત જી20 શિખર સંમેલનની પૃષ્ઠભૂમિમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઈમેન્યુઅલ મેક્રોં સાથે દ્વિપક્ષીય બેઠક કરી.

બંને રાજનેતાઓએ વ્યાપક ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક સહભાગિતાની વર્તમાન સ્થિતિ પર સંતોષ વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રીએ સપ્ટેમ્બર 2021માં જારી થયેલી યુરોપીયન સંઘની હિન્દ-પ્રશાંત રણનીતિનું પણ સ્વાગત કર્યુ અને તેમાં ફ્રાંસના નેતૃત્વની ભૂમિકા માટે ફ્રાંસના રાષ્ટ્રપતિને ધન્યવાદ આપ્યા. બંને રાજનેતાઓએ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ કરવા અને ક્ષેત્રમાં એક સ્વતંત્ર, ખુલ્લી તેમજ નિયમ આધારિત વ્યવસ્થાની દિશામાં યોગદાન કરવાના ક્રમમાં અભિનવ ઉપાયો શોધવા માટે પોતાની પ્રતિબદ્ધતાને પણ સમર્થન આપ્યું.

બંને રાજનેતાઓએ આગામી COP-26 અને જળવાયુના સંદર્ભમાં આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીતત કરવાની આવશ્યકતા પર ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મેક્રોંને શક્ય એટલી ત્વરાએ ભારત આવવા માટે આમંત્રિત પણ કર્યા.

SD/GP/JD



(Release ID: 1768045) Visitor Counter : 163