નાણા મંત્રાલય

નાણાં સચિવ ડૉ. ટી.વી. સોમનાથને જાહેર પ્રાપ્તિ અને પરિયોજના વ્યવસ્થાપનમાં સુધારા અંગે માર્ગદર્શિકા બહાર પાડી


જાહેર પ્રાપ્તિ અને પરિયોજનાઓના ઝડપી, કાર્યદક્ષ અને પારદર્શક અમલીકરણ માટે આવિષ્કારી નિયમોના ક્ષેત્રમાં સામેલ થવાનો માર્ગદર્શિકાનો પ્રયાસ

Posted On: 29 OCT 2021 5:17PM by PIB Ahmedabad

નાણાં સચિવ અને ખર્ચ વિભાગના સચિવ ડૉ. ટી.વી. સોમનાથને આજે વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન જાહેર પ્રાપ્તિ અને પરિયોજના વ્યવસ્થાપનમાં સુધારા લાવવા માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી. આ માર્ગદર્શિકાની રચના અને પ્રકાશન હાલના નિયમો અને પ્રક્રિયાઓની સમીક્ષા કરવાની અવિરત પ્રક્રિયાનો હિસ્સો છે, જેના પર આ વર્ષે આદરણીય પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસે તેમના સંબોધન દરમિયાન વિશેષ ભાર મૂક્યો હતો. 2 ઓક્ટોબર, 2021 થી 31 ઓક્ટોબર, 2021 દરમિયાન વિશેષ અભિયાન તરીકે કેબિનેટ સચિવ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.  

જાહેર પ્રાપ્તિ અને પરિયોજના વ્યવસ્થાપનના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોને સામેલ કરીને હાથ ધરવામાં આવેલી વિગતવાર પરામર્શની પક્રિયા બાદ આ માર્ગદર્શિકાનો મુસદ્દો કેન્દ્રીય સતર્કતા પંચ (CVC)ના નેજા હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો. મંત્રાલયો/ વિભાગો વચ્ચે ટિપ્પણીઓ અંગે વિગતવાર ચર્ચાઓ અને વિચારણાઓ થયા પછી નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ (DoE)ને માર્ગદર્શિકા બહાર પાડવા માટે નામાંકિત કરવામાં આવ્યો હતો.

ભારતમાં જાહેર પ્રાપ્તિ, પરિયોજનાઓના ઝડપી, કાર્યદક્ષ અને પારદર્શક અમલીકરણ માટે આવિષ્કારી નિયમો માટે અને અમલીકરણ એજન્સીઓ ઝડપથી અને વધુ કાર્યદક્ષ રીતે લોકોના હિતોમાં નિર્ણયો લઇ શકે તે માટે તેમને સશક્ત બનાવવાના ઉદ્દેશથી આ ક્ષેત્રમાં સામેલ થવાનો માર્ગદર્શિકાનો પ્રયાસ છે. કેટલાક સુધારાઓમાં, જ્યારે બાકી રકમની ભરપાઇ કરવાની હોય ત્યારે ચુકવણીઓ માટે ચુસ્ત સમયરેખા સૂચવવાનું સામેલ છે. સમયસર હંગામી ચુકવણીઓ (કુલ રજૂ કરવામાં આવેલા બિલના 70% અથવા તેથી વધુ) થવાથી, ખાસ કરીને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) સહિત કોન્ટ્રાક્ટરો સાથે પ્રવાહિતામાં સુધારો કરવા માટે થવાની અપેક્ષા છે.

સરકારના ડિજિટલ પ્રત્યેના વધતા આગ્રહના ભાગરૂપે, કામોની પ્રગતિ રેકોર્ડ કરવાના સાધન તરીકે ઇલેક્ટ્રોનિક માપન બુક્સનું સૂચન કરવામાં આવ્યું છે. અન્ય IT આધારિત ઉકેલોની સાથે આ વ્યવસ્થા તંત્રનો પ્રસ્તાવ માર્ગદર્શિકામાં કરવામાં આવ્યો છે. આનાથી કાર્યક્ષમ ડિજિટલ ઈન્ડિયાનું સપનું સાકાર કરવામાં મદદ મળી શકશે, કોન્ટ્રાક્ટરોને ઝડપથી ચુકવણીની સુવિધા પૂરી પાડી શકાશે અને વિવાદો ઘટાડવામાં મદદ મળશે.

કોન્ટ્રાક્ટરોની પસંદગી માટેની વૈકલ્પિક પદ્ધતિને મંજૂરી આપવામાં આવી છે જેનાથી પરિયોજનાઓના અમલીકરણની ગતિ અને કાર્યદક્ષતા સુધારવામાં મદદ મળી શકે છે. યોગ્ય કિસ્સાઓમાં, પરંપરાગત L1 સિસ્ટમના વિકલ્પ રૂપે, ગુણવત્તા કમ ખર્ચ આધારિત પસંદગી (QCBS) દ્વારા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પ્રસ્તાવના મૂલ્યાંકન દરમિયાન ગુણવત્તાના માપદંડો પર વધુ ભાર આપી શકાય છે.

મંજૂર કરવામાં આવેલા ખર્ચમાં અને સારી ગુણવત્તા સાથે સમયસર જાહેર પરિયોજનાઓનો અમલ કરવાનું હંમેશા પડકારજનક હોય છે. જેમ જેમ આર્થિક વિકાસની ગતિ વધે છે તેમ તેમ બિનજરૂરી અવરોધો દૂર કરવામાં આવે અને કરદાતાના નાણાંના મૂલ્યમાં વધારો કરવા માટે નવા આવિષ્કારોનો ઉપયોગ થાય તેની ખાતરી કરવા માટે કાર્યવાહી અને નિયમોની કાળજીપૂર્વક તપાસ કરવી જરૂરી છે.

કેન્દ્રીય સતર્કતા પંચ (CVC), કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગ દ્વારા જાહેર પ્રાપ્તિ અને પરિયોજના વ્યવસ્થાપન માટેની પ્રક્રિયાઓ અને નિયમોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને વર્તમાન તેમજ ભાવિ જાહેર પ્રાપ્તિના પડકારોને પહોંચી વળવા માટે વ્યૂહરચનામાં જરૂરી ફેરફારો સૂચવવામાં આવ્યા હતા.

ઓર્ડર લિંક:

https://doe.gov.in/sites/default/files/General%20Instructions%20on%20Procurement%20and%20Project%20Management.pdf  



(Release ID: 1767552) Visitor Counter : 267