પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 6 ઓક્ટોબરના રોજ મધ્ય પ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે


પ્રધાનમંત્રી 1.7 લાખથી વધુ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

Posted On: 05 OCT 2021 2:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ઓક્ટોબરના રોજ મધ્ય પ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગ્યે સંવાદ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે યોજના હેઠળ 1,71,000 લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કરશે.

આ કાર્યક્રમ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.

સ્વામિત્વ યોજના વિશે

સ્વામિત્વ પંચાયતી રાજ મંત્રાલયની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વસાહતી વિસ્તારોના રહેવાસીઓને મિલકત અધિકારો પૂરો પાડવાનો છે. આ યોજના શહેરી વિસ્તારોની જેમ લોન અને અન્ય નાણાકીય લાભો માટે ગ્રામજનો દ્વારા નાણાકીય સંપત્તિ તરીકે મિલકતનો ઉપયોગ કરવાનો માર્ગ મોકળો કરશે. તેનો હેતુ નવીનતમ સર્વેક્ષણ ડ્રોન-ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં વસતી જમીનોનું સીમાંકન કરવાનો છે. આ યોજનાએ દેશમાં ડ્રોન ઉત્પાદનની ઇકોસિસ્ટમને પણ પ્રોત્સાહન આપ્યું છે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1761073) Visitor Counter : 264