ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દેશના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ઉપલક્ષમાં શનિવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાથી રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી)ની અખિલ ભારતીય કાર રેલી ‘સુદર્શન ભારત પરિક્રમા’ને લીલી ઝંડી દર્શાવીને રવાના કરશે
શ્રી અમિત શાહ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ)ની સાઈકલ રેલીઓનું સ્વાગત પણ કરશે, દાંડી, ઉત્તરપૂર્વ અને લેહથી લઈને કન્યાકુમારી સુધી દેશના વિવિધ હિસ્સાઓથી શરૂ થયેલી આ સાઈકલ રેલીઓ શનિવારે નવી દિલ્હીમાં સંપન્ન થશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર ગુમનામ શહીદો તેમજ તેમના બલિદાન અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ઝનૂનને પુનર્જિવિત કરીને તેને આજની યુવા પેઢીમાં આરોપિત કરવા માટે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહી છે
કાર્યક્રમમાં ટોક્યો ઓલિમ્પિક ચંદ્રક વિજેતા શ્રી નીરજ ચોપડા, શ્રી રવિ કુમાર દહિયા અને શ્રી બજરંગ પૂનિયા સન્માનિત અતિથિ તરીકે સામેલ થશે
7500 કિલોમીટર લાંબી યાત્રા દરમિયાન NSGની કાર રેલી 12 રાજ્યોના 18 શહેરોમાં દેશના સ્વાતંત્ર્ય આંદોલન અને સ્વતંત્રતા સેનાનીઓ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક સ્થળોએથી પસાર થશે અને 30 ઓક્ટોબરે નવી દિલ્હી સ્થિત પોલીસ સ્મારક પર રેલી સમાપ્ત થશે
15 ઓગસ્ટથી શરૂ થયેલી CAPFsની સાઈકલ રેલીઓમાં અધિકારી અને જવાનો સહિત લગભગ 900 સાઈકલ સવારો સામેલ છે જે 21 રાજ્યોથી લગભગ 41000 કિલોમીટરની સફર
Posted On:
01 OCT 2021 3:36PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ને અનુલક્ષીને શનિવારે, 2 ઓક્ટોબરે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાથી નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ની અખિલ ભારતીય કાર રેલી ‘સુદર્શન ભારત પરિક્રમા’ લીલી ઝંડી દર્શાવીને રવાના કરશે. આ સાથે જ શ્રી અમિત શાહ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs)ની સાઈકલ રેલીઓનું સ્વાગત પણ કરશે, દાંડી, ઉત્તરપૂર્વ અને લેહથી લઈને કન્યાકુમારી સુધી દેશના વિવિધ ભાગોથી શરૂ થયેલી આ સાઈકલ રેલીઓ શનિવારે નવી દિલ્હીમાં સંપન્ન થશે. કાર્યક્રમમાં ટોક્યો ઓલિમ્પિક પદક વિજેતા શ્રી નીરજ ચોપડા, શ્રી રવિ કુમાર દહિયા અને શ્રી બજરંગ પૂનિયા સન્માનિત અતિથિ તરીકે સામેલ થશે. આ પ્રસંગે ભારત સરકાર અને પોલીસ દળોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર ગુમનામ શહીદો તેમજ તેમના બલિદાનો અને સ્વતંત્રતા સેનાનીઓના ઝનૂનને પુનર્જિવિત કરીને તેને આજની યુવા પેઢીમાં આરોપિત કરવા માટે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહી છે. આ અંતર્ગત પોતાની 7500 કિલોમીટર લાંબી યાત્રા દરમિયાન નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ની કાર રેલી દેશના સ્વતંત્રતા આંદોલન અને સ્વતંત્રતા સેનાનીઓ સાથે સંકળાયેલા મહત્વના અને ઐતિહાસિક સ્થળોએથી પસાર થશે અને 30 ઓક્ટોબર, 2021ના રોજ નવી દિલ્હી સ્થિત પોલીસ સ્મારક પર સમાપ્ત થશે. પોતાની સફર દરમિયાન એનએસજી કાર રેલી દેશના 12 રાજ્યોના 18 શહેરોમાંથી પસાર થશે અને કાકોરી મેમોરિયલ (લખનઉ), ભારત માતા મંદિર (વારાણસી), નેતાજી ભવન બેરકપુર (કોલકાતા), સ્વરાજ આશ્રમ (ભુવનેશ્વર), તિલક ઘાટ (ચેન્નઈ), ફ્રિડમ પાર્ક (બેંગલુરુ), મણિભવન/ઓગસ્ટ ક્રાંતિ મેદાન (મુંબઈ) અને સાબરમતી આશ્રમ (અમદાવાદ) જેવા ઐતિહાસિક મહત્વ ધરાવતા અનેક સ્થળોએ જશે.
આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને કેન્દ્રીય સશસ્ત્ર દળો દ્વારા દાંડી, ઉત્તરપૂર્વ અને લેહથી લઈને કન્યાકુમારી સુધી દેશના વિવિધ હિસ્સાઓમાં સાઈકલ રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 15 ઓગસ્ટથી શરૂ થયેલી આ સાઈકલ રેલીઓમાં અધિકારી અને જવાનો સહિત લગભગ 900 સાઈકલ સવાર સામેલ છે જે 21 રાજ્યોથી લગભગ 41000 કિમીની સફર કરીને દિલ્હી પહોંચશે. ભારત-તિબેટ સીમા પોલીસ દળે એક સાઈકલ રેલીનું આયોજન કર્યુ જ્યારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળે ચાર, સશસ્ત્ર સીમા દળે દસ, આસામ રાઈફલ્સે એક, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે નવ અને સીમા સુરક્ષા દળે પંદર સાઈકલ રેલીઓનું આયોજન કર્યુ.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તત્વાધાનમાં આયોજિત આ રેલીઓનો ઉદ્દેશ દેશની આઝાદીની 75મી વર્ષગાંઠને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે મનાવવા, સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરીને પરસ્પર ભાઈચારાનો સંદેશ પ્રસારિત કરવો, યુવાઓને મળીને દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાનો હેતુ તેમને રાષ્ટ્રભક્તિ માટે પ્રેરિત કરવા, સ્વતંત્રતા આંદોલન સાથે સંકળાયેલા તમામ દેશભક્તો અને શહીદોને શ્રદ્ધાંજિલ અર્પિત કરવી તથા દેશવાસીઓ તેમજ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને ભાઈચારાની ભાવના મજબૂત કરવાનો છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1760004)
Visitor Counter : 426