ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ (એસડીઆરએફ)ના કેન્દ્રીય હિસ્સાનો બીજો હપ્તો જારી કરવા મંજૂરી આપી


મોદી સરકારના આ કદમથી રાજ્ય સરકારોને પોતાના એસડીઆરએફમાં કોવિડ-19ના લીધે મૃત્યુ પામનારા લોકોનાં પરિજનોને આર્થિક સહાયની રકમ આપવા થનારા ખર્ચને પહોંચી વળવામાં મદદ મળશે

એસડીઆરએફ અંતર્ગતની ચીજો તથા સહાયના માપદંડોને સંશોધિત કરવા, કોવિડ-19ના લીધે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાયની રકમ ચૂકવવાની જોગવાઈ કરવા માટે તા. 25.09.2021ના રોજ ભારત સરકારે આદેશ જારી કર્યો હતો

માનનીય સુપ્રીમ કોર્ટના આદેશના પાલન અંતર્ગત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા જારી દિશા-નિર્દેશોને લાગુ કરવાની જોગવાઈને સક્ષમ બનાવાઈ

Posted On: 01 OCT 2021 1:08PM by PIB Ahmedabad

એસડીઆરએફ અંતર્ગતની ચીજો તથા સહાયના માપદંડોને સંશોધિત કરવા, કોવિડ-19ના લીધે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાયની રકમ ચૂકવવાની જોગવાઈ કરવા માટે તા. 25.09.2021ના રોજ ભારત સરકારે આદેશ જારી કર્યો હતો, જેમાં મૃતકના પરિજનો માટે આર્થિક સહાયની ચૂકવણીની જોગવાઈ કરવામાં આવી હતી. એસડીઆરએફ માપદંડોમાં આ સક્ષમ જોગવાઈ કરવામાં આવી છે જેથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા 11.09.2021ના રોજ જારી દિશા-નિર્દેશોને ડબલ્યુપી (સિવિલ નં. 539/2021 અને 554/2021)માં માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા આદેશના પાલનમાં લાગુ કરી શકાય.

મોદી સરકારના આ કદમથી રાજ્ય સરકારોને પોતાના એસડીઆરએફમાં પૂરતી રકમ રાખવામાં સુવિધા થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 23 રાજ્યોને એડવાન્સમાં એસડીઆરના કેન્દ્રીય હિસ્સાની 7,274.40 કરોડ રૂપિયાના બીજા હપ્તાને જારી કરવા મંજૂરી આપી છે. જ્યારે પાંચ રાજ્યોને અગાઉથી જ બીજા હપ્તાની 1,599.20 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ જારી કરી દેવામાં આવી છે.

રાજ્ય સરકારો પાસે હવે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન એસડીઆરેફમાં રાજ્યના હિસ્સા સહિત 23,186.40 કરોડ રૂપિયાની રકમ હશે, જેના ઉપરાંત તેમના એસડીઆરએફમાં ઉપલબ્ધ પ્રારંભિક શેષ રકમ ઉપરાંત, તેમને આર્થિક સહાયની રકમ પૂરી પાડવાના ખર્ચને પહોંચી વળવા માટે હશે, જે કોવિડ-19ના લીધે મૃત્યુ પામેલા લોકોના પરિજનો અને અન્ય નોટિફાઈડ આફતો પર રાહત પ્રદાન કરવા માટે રહેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1759940) Visitor Counter : 291