નીતિ આયોગ
નીતિ આયોગ 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' પર રિપોર્ટ લોન્ચ કરશે
प्रविष्टि तिथि:
15 SEP 2021 1:45PM by PIB Ahmedabad
નીતિ આયોગ આવતીકાલે, 16 સપ્ટેમ્બરે 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' પર રિપોર્ટ લોન્ચ કરશે.
નીતિ આયોગના સીઇઓ શ્રી અમિતાભ કાંત અને વિશેષ સચિવ ડૉ. કે રાજેશ્વરા રાવ અને સંબંધિત મંત્રાલયોના સચિવોની હાજરીમાં નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો.રાજીવ કુમાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવશે.
નીતિ આયોગે ઓક્ટોબર 2020 માં 'ભારતના શહેરી આયોજન શિક્ષણમાં સુધારાઓ' પર એક સલાહકાર સમિતિની રચના કરી હતી. સમિતિએ આ અહેવાલ સાથે તેના આદેશનું સમાપન કર્યું છે.
અહેવાલમાં શહેરી આયોજનના વિવિધ પાસાઓ પર ભલામણોનો સમૂહ સામેલ છે, જેમ કે તંદુરસ્ત શહેરોના આયોજન માટે હસ્તક્ષેપ, શહેરી જમીનનો મહત્તમ ઉપયોગ, માનવ સંસાધન ક્ષમતામાં વધારો, શહેરી શાસનને મજબૂત બનાવવું, સ્થાનિક નેતૃત્વનું નિર્માણ, ખાનગી ક્ષેત્રની ભૂમિકા વધારવી, અને શહેરી આયોજન શિક્ષણ પ્રણાલીને આગળ વધારવી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(रिलीज़ आईडी: 1755024)
आगंतुक पटल : 411