પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રમોદ ભગતને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં બેડમિન્ટનમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 04 SEP 2021 5:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં બેડમિન્ટનમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ પ્રમોદ ભગતને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"પ્રમોદ ભગતે સમગ્ર રાષ્ટ્રનું દિલ જીતી લીધું છે. તેઓ ચેમ્પિયન છે, જેમની સફળતા લાખો લોકોને પ્રોત્સાહિત કરશે. તેમણે નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા અને દ્રઢ સંકલ્પ બતાવ્યો. બેડમિન્ટનમાં સુવર્ણ ચંદ્રક બદલ તેમને અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ. @PramodBhagat83"

 

SD/GP/BT(Release ID: 1752038) Visitor Counter : 195