સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કોવિડ-19ની આવશ્યક દવાઓની ઉપલબ્ધતા અને તેના બફર સ્ટોકની સમીક્ષા કરી
8 દવાઓના બફર સ્ટોકની સમીક્ષા કરી, જેનો દેશભરમાં પૂરતો સ્ટોક અને કાચો માલ ઉપલબ્ધ છે
Posted On:
01 SEP 2021 6:21PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તથા રસાયણ તેમજ ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે દેશભરમાં કોવિડ-19 સંબંધિત આવશ્યક દવાઓની ઉપલબ્ધતા અને પૂરવઠાની સમીક્ષા કરી.
આ સમીક્ષા દરમિયાન, એ નોંધવામાં આવ્યું કે તમામ આવશ્યક દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આ દવાઓ માટેનો કાચો માલ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
8 દવાઓ માટે વ્યૂહાત્મક બફર સ્ટોક બનાવવામાં આવ્યો છે. અહીં 8 દવાઓની યાદી આપેલી છેઃ
1. ટોસિલિઝૂમેબ
2. મિથાઈલ પ્રેડાઈનીસોલોન
3. એનેક્સોપાઈરિન
4. ડેક્સામિથાસોન
5. રેમડેસિવિર
6. એમ્ફોટેરિસિન બી ડિઓક્સાયકોલેટ
7. પોસાકોનાઝોલ
8. ઈન્ટ્રાવિનસ ઈમ્યુનોગ્લોબિલીન (IVIG)
આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1751213)
Visitor Counter : 284