પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રીલા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીની 125મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો
શ્રીલા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજી ભારતના મહાન ભક્ત હતા: પ્રધાનમંત્રી
આપણા યોગ અને આયુર્વેદના જ્ઞાનથી દુનિયાને લાભ થવો જોઇએ તેવો અમારો સંકલ્પ છે: પ્રધાનમંત્રી
ભક્તિ કાળમાં થયેલી સામાજિક ક્રાંતિ વગર ભારતની સ્થિતિ અને સ્વરૂપની કલ્પના કરવી મુશ્કેલ છે: પ્રધાનમંત્રી
શ્રીલા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીએ ભક્તિ વેદાંતને દુનિયાની ચેતના સાથે જોડ્યા હતા
Posted On:
01 SEP 2021 5:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીની 125મી જન્મજયંતિ નિમિત્તે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો હતો. કેન્દ્રીય સાંસ્કૃતિક, પર્યટન અને પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (DoNER) મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી તેમજ અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ શ્રીલા પ્રભુપાદજીની 125મી જન્મજયંતિના એક દિવસ પહેલાં જન્માષ્ટમીના પર્વનો સંયોગ બન્યો હોવાની ખુશી થઇ હોવા ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 'જાણે સાધનાની ખુશી અને સંતોષ એક સાથે મળી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.' તેમણે એવું પણ નોંધ્યું હતું કે, આ પ્રસંગનું આયોજન આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વચ્ચે થઇ રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આખી દુનિયામાં કેવી રીતે શ્રીલા પ્રભુપાદજીના લાખો અનુયાયીઓ અને ભગવાન શ્રી કૃષ્ણના લાખો ભક્તો કેવી રીતે આ દિવસનો અનુભવ કરી રહ્યાં હશે તેનું અનુમાન આના પરથી લગાવી શકાય છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રભુપાદજીને અપાર શ્રદ્ધા અને ભક્તિ હતી અને તેઓ ભારતના ખૂબ જ મહાન ભક્ત હતા. તેમણે દેશની સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રભુપાદજીએ અસહકારના આંદોલનને સમર્થન આપવા માટે સ્કોટિશ કોલેજની ડિપ્લોમાની પદવી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યોગ અંગેનું આપણું જ્ઞાન આખી દુનિયામાં ફેલાયેલું છે અને ભારતની ટકાઉક્ષમ જીવનશૈલી, આયુર્વેદ જેવું વિજ્ઞાન આખા વિશ્વમાં પ્રસરેલા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ જ્ઞાનથી આખી દુનિયાને લાભ મળવો જોઇએ તેવો અમારો સંકલ્પ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે જ્યારે પણ અન્ય દેશમાં જઇએ છીએ ત્યારે, ત્યારે લોકો ત્યાં મળે તો 'હરે ક્રિશ્ના' કરીને અભિવાદન કરે છે, ત્યારે પોતિકાપણા અને ગૌરવની લાગણીનો અનુભવ થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે ભારતના ઉત્પાદનો પ્રત્યે પણ ત્યાં આવું જ આકર્ષણ રહેશે ત્યારે આવી જ લાગણીનો અહેસાસ થશે. આપણે આ સંદર્ભે ઇસ્કોન પાસેથી શીખી શકીએ છીએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુલામીના સમયમાં, ભક્તિએ ભારતની ભાવનાને જીવંત રાખી હતી. તેમણે કહ્યું હતું કે, આજે વિદ્વાનો મૂલ્યાંકન કરે છે કે, જો ભક્તિ કાળ દરમિયાન સામાજિક ક્રાંતિ ના આવી હોત તો, ભારતની સ્થિતિ અને સ્વરૂપ અંગે કલ્પના કરવી ઘણી મુશ્કેલ હોત. ભક્તિએ આસ્થા, સામાજિક વંશવાદ અને વિશેષાધિકારોના ભેદભાવો દૂર કરીને તમામ લોકોને ઇશ્વર સાથે જોડી રાખ્યા હતા. તે મુશ્કેલીના સમયમાં પણ ચૈતન્ય મહાપ્રભૂ જેવા સંતોઓ સમાજને ભક્તિની લાગણી સાથે એક તાતણે બાંધી રાખ્યો હતો અને 'આસ્થાના આત્મવિશ્વાસ'નો મંત્ર આપ્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક સમયે, સ્વામી વિવેકાનંદ જેવા મહાસંત કે જેઓ વેદાંતને પશ્ચિમમાં લઇ ગયા, તો શ્રીલા પ્રભુપાદજી અને ઇસ્કોને આ મહાન કાર્ય ભક્તિ યોગને દુનિયામાં લાવવાનો સમય થયો ત્યારે પાર પાડ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે ભક્તિ વેદાંતને દુનિયાની ચેતના સાથે જોડ્યો હતો.
પ્રધાનમંત્રીએ આજે જણાવ્યું હતું કે, આજે દુનિયામાં અલગ અલગ દેશોમાં ઇસ્કોનના સેંકડો મંદિરો છે અને સંખ્યાબંધ ગુરુકુળ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી રહ્યાં છે. ઇસ્કોને દુનિયામાં પ્રસાર કર્યો છે કે, ભારત માટે આસ્થા મતલબ ઉત્સાહ, જુસ્સો અને ઉદારતા અને માનવજાતમાં આસ્થા છે. શ્રી મોદીએ કચ્છમાં આવેલા ભૂકંપ, ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આપત્તિ, ઓડિશા અને બંગાળમાં આવેલા વાવાઝોડા દરમિયાન ઇસ્કોન દ્વારા કરવામાં આવેલી સેવા પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ મહામારી દરમિયાન ઇસ્કોન દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1751208)
Visitor Counter : 345
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam