પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં જેવલિન થ્રોમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સુમિત અંતિલને અભિનંદન પાઠવ્યા

Posted On: 30 AUG 2021 5:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુમિત અંતિલને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં જેવલિન થ્રોમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આપણા એથ્લેટ્સ #Paralympicsમાં ચમકતા રહેવાનું ચાલુ રાખ્યું! રાષ્ટ્રને પેરાલિમ્પિક્સમાં સુમિત અંતિલના વિક્રમજનક પ્રદર્શન પર ગર્વ છે.

પ્રતિષ્ઠિત સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સુમિતને અભિનંદન. તમને ભવિષ્ય માટે શુભકામનાઓ."

 

SD/GP/BT



(Release ID: 1750494) Visitor Counter : 309