પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પીએમ જન ધન યોજનાના સાત વર્ષ પૂર્ણ થયાને ચિહ્નિત કર્યું અને તેને એક પહેલ કહ્યું જેણે ભારતના વિકાસના માર્ગને કાયમ માટે પરિવર્તિત કર્યો

Posted On: 28 AUG 2021 11:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ જન ધન યોજનાના સાત વર્ષ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ પીએમ જન ધન યોજનાને સફળ બનાવવા માટે કામ કરનારા તમામ લોકોના અથાક પ્રયત્નોને પણ બિરદાવ્યા હતા.

શ્રેણીબદ્ધ ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આજે આપણે #PMJanDhan ના સાત વર્ષ ઉજવીએ છીએ, જે એક પહેલ છે જેણે ભારતના વિકાસના માર્ગને કાયમ માટે પરિવર્તિત કર્યો છે. તેણે અસંખ્ય ભારતીયો માટે નાણાકીય સમાવેશ અને ગૌરવપૂર્ણ જીવન તેમજ સશક્તીકરણને સુનિશ્ચિત કર્યું છે. જન ધન યોજનાએ વધુ પારદર્શિતામાં પણ મદદ કરી છે.

#PMJanDhan ને સફળ બનાવવા માટે કામ કરનારા તમામ લોકોના અથાક પ્રયત્નોને હું બિરદાવવા માંગુ છું. તેમના પ્રયાસોએ ભારતના લોકોને જીવનની સારી ગુણવત્તાની ખાતરી આપી છે."

 

SD/GP/BT(Release ID: 1749820) Visitor Counter : 87