પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી મોદીએ ઉભરતા કલાકારને શાબાશી આપી, કહ્યું-પેઈન્ટિંગની જેમ તમારા વિચારોમાં પણ સુંદરતા


રસીકરણ અભિયાન, શિસ્ત અને 130 કરોડ ભારતીયોના સામુહિક પ્રયાસ આ મહામારી વિરુદ્ધ અમારી લડાઈને મજબૂતી પ્રદાન કરી રહ્યા છેઃ પ્રધાનમંત્રી

બેંગલુરુના વિદ્યાર્થી સ્ટીવન હેરિસે એક પત્ર સાથે પ્રધાનમંત્રીના બે સુંદર પેઈન્ટિંગ બનાવીને તેમને મોકલ્યા હતા

સમાજમાં પોઝિટિવિટી ફેલાવવાના સ્ટીવનના પ્રયાસોથી બીજા લોકોને પણ પ્રેરણા મળશેઃ પ્રધાનમંત્રી

Posted On: 26 AUG 2021 5:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુના વિદ્યાર્થી સ્ટિવન હેરિસને પત્ર લખીને તેમના દ્વારા બનાવાયેલ પેઈન્ટિંગની પ્રશંસા કરી છે. વાસ્તવમાં, આ 20 વર્ષીય ઉભરતા કલાકારે એક પત્ર સાથે પ્રધાનમંત્રીના બે સુંદર પેઈન્ટિંગ બનાવીને તેમને મોકલ્યા હતા. તેના જવાબમાં હવે પીએમ મોદીએ પત્ર લખીને સ્ટિવનને પ્રોત્સાહન આપ્યું છે.

પ્રધાનમંત્રીએ પત્રમાં લખ્યું છે કે રચનાત્મક ક્ષેત્રમાં યુવાઓની લગન અને મહેનત જોવી અત્યંત સુખદ છે. પીએમએ સ્ટિવનની પ્રશંસા કરતા લખ્યું કે તમારા પેઈન્ટિંથી આપનામાં ચીજોને ઊંડાણથી અનુભવવાની પ્રતિભાનો ખ્યાલ આવે છે. તમે જે બારિકાઈથી સૂક્ષ્મ ભાવોને કેનવાસ પર ઉતાર્યા છે, તેને જોઈને મન આનંદિત થઈ જાય છે.

આ સાથે જ આ પત્રમાં પ્રધાનમંત્રી મોદીએ સ્ટિવનના વિચારોની પણ પ્રશંસા કરી છે. હાલના સમયમાં લોકોના સારા સ્વાસ્થ્ય અને કુશળ મંગળને લઈને સ્ટિવનના વિચારોની પીએમએ પ્રશંસા કરી છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ લખ્યું, “રસીકરણ અભિયાન, શિસ્ત અને 130 કરોડ ભારતીયોના સામુહિક પ્રયાસ આ મહામારી વિરુદ્ધ અમારી લડાઈને મજબૂતી પ્રદાન કરે છે.”

પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી છે કે સમાજમાં પોઝિટિવિટી ફેલાવવાના સ્ટિવનના પ્રયાસોથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે.

આ અગાઉ સ્ટિવને પ્રધાનંત્રી મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15 વર્ષથી પેઈન્ટિંગ કરી રહ્યા છે અને વિવિધ સ્તરે 100થી વધુ પુરસ્કારો પણ જીતી ચૂક્યા છે. સ્ટિવને પ્રધાનમંત્રી મોદીને પોતાના માટે પ્રેરણારૂપ ગણાવ્યા છે. આ સાથે જ સ્ટિવને કોરોના વિરુદ્ધ લડાઈમાં ભારતના રસીકરણ અભિયાનની પણ પ્રશંસા કરી હતી.

સ્ટિવન હેરિસના બે પેઈન્ટિંગ

SD/GP/JD


(Release ID: 1749316) Visitor Counter : 300