પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 12 ઓગસ્ટના રોજ 'આત્મનિર્ભર મહિલા શક્તિ સાથે સંવાદ' માં ભાગ લેશે
Posted On:
11 AUG 2021 1:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટ, 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગે 'આત્મનિર્ભર મહિલા શક્તિ સાથે સંવાદ' ભાગ લેશે અને દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત પ્રમોટ થયેલ મહિલા સ્વ-સહાય જૂથ (SHG) ના સભ્યો/સમુદાય સંસાધન વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરશે. કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી મહિલા SHG સભ્યોની સફળતાની વાર્તાઓનું સંકલન, પ્રધાનમંત્રી દ્વારા કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી 4 લાખ SHGs ને 1625 કરોડ રૂપિયાનું મૂડીકરણ સહાય ભંડોળ પણ જારી કરશે. આ ઉપરાંત, તેઓ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયની PMFME (PM Formalization of Micro Food Processing Enterprises) યોજના હેઠળ 7500 SHG સભ્યો માટે 25 કરોડ રૂપિયા અને મિશન અંતર્ગત પ્રમોટ કરવામાં આવતા 75 FPOs (ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ) ને 4.13 કરોડ રૂપિયા ભંડોળ તરીકે આપશે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ; કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રી પશુપતિ કુમાર પારસ; ગ્રામ વિકાસ રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ અને શ્રી ફાગન સિંહ કુલસ્તે, પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટીલ અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
DAY-NRLM વિશે:
DAY-NRLM ગ્રામીણ ગરીબ પરિવારોને તબક્કાવાર સ્વ-સહાય જૂથો (SHGs) માં એકત્રિત કરવાનો અને તેમની આજીવિકામાં વૃદ્ધિ લાવવા, તેમની આવક અને જીવનની ગુણવત્તા સુધારવા માટે લાંબા ગાળાની સહાય પૂરી પાડવાનો છે. મિશનના મોટા ભાગના હસ્તક્ષેપો અમલમાં મુકવામાં આવી રહ્યા છે અને સ્વયં સહાય જૂથ દ્વારા મહિલાઓ જેમને ને સામુદાયિક સંસાધન વ્યક્તિઓ (CRPs) - કૃષિ સખીઓ, પશુ સખીઓ, બેંક સખીઓ, બિમા સખીઓ, બેંકિંગ સંવાદદાતા સખીઓ વગેરેને તાલીમ આપવામાં આવી છે. ઘરેલુ હિંસા, મહિલા શિક્ષણ અને અન્ય લિંગ સંબંધિત ચિંતાઓ, પોષણ, સ્વચ્છતા, આરોગ્ય વગેરે જેવા મુદ્દાઓ પર મિશન જાગૃતિ પેદા કરવા અને વર્તન પરિવર્તન સંચાર દ્વારા SHG મહિલાઓને સશક્ત બનાવવા પર પણ કામ કરી રહ્યું છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1744752)
Visitor Counter : 313
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam