પ્રધાનમંત્રીનું કાર્યાલય

આપણે મહિલા હોકીમાં એક મેડલ ચૂકી ગયા હતા પરંતુ આ ટીમ નવા ભારતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે: પ્રધાનમંત્રી

Posted On: 06 AUG 2021 10:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે મહિલા હોકીમાં મેડલ ગુમાવી ચૂક્યા છીએ પરંતુ આ ટીમ નવા ભારતની ભાવનાનું પ્રતિબિંબ છે- જ્યાં આપણે આપણું શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ અને નવી સરહદો બનાવીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે આપણે ટોક્યો ઓલિમ્પિક 2020માં આપણી મહિલા હોકી ટીમના મહાન પ્રદર્શનને હંમેશા યાદ રાખીશું.

શ્રેણીબદ્ધ ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આપણે #Tokyo2020માં આપણી મહિલા હોકી ટીમના મહાન પ્રદર્શનને હંમેશા યાદ રાખીશું. તેઓએ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ટીમના દરેક સભ્યને નોંધપાત્ર હિંમત, ગૌરવપૂર્ણ કુશળતા અને સ્થિતિસ્થાપકતાનો આશીર્વાદ મળ્યો છે. ભારતને આ ઉત્કૃષ્ટ ટીમ પર ગર્વ છે.

આપણે મહિલા હોકીમાં એક મેડલ ગુમાવી ચૂક્યા છીએ પરંતુ આ ટીમ નવા ભારતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે- જ્યાં આપણે આપણું શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ અને નવી સરહદો બનાવીએ છીએ. વધુ મહત્ત્વની વાત એ છે કે, #Tokyo2020માં તેમની સફળતા ભારતની યુવાન દીકરીઓને હોકી લેવા અને તેમાં શ્રેષ્ઠતા મેળવવા માટે પ્રેરિત કરશે. આ ટીમ પર ગર્વ છે. "

 

SD/GP/BT



(Release ID: 1743047) Visitor Counter : 254