પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભારત માટે ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીના વિશેષ વ્યાપાર દૂત શ્રી ટોની એબટની બેઠક યોજાઈ
Posted On:
05 AUG 2021 6:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી ટોની એબટ સાથે મુલાકાત કરી, જેઓ ભારત માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના વિશેષ વ્યાપાર દૂત તરીકે 2થી 6 ઓગસ્ટ સુધી ભારતની મુલાકાતે આવ્યા છે.
બંને નેતાઓએ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની સમગ્ર વ્યૂહાત્મક ભાગીદારીની ક્ષમતાઓના પૂર્ણ દોહન માટે દ્વિપક્ષીય વ્યાપાર, રોકાણ અને આર્થિક સહયોગને વધારવાના ઉપાયો પર વિચારવિમર્શ કર્યો.
તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક સહયોગ વધારવાથી બંને દેશોને કોવિડ-19 મહામારીથી પેદા થયેલા આર્થિક પડકારોનો સારી રીતે સામનો કરવામાં મદદ મળશે. આ સાથે જ, તેનાથી તેમને એક સ્થાયી, સુરક્ષિત અને સંપન્ન ભારત-પ્રશાંત ક્ષેત્રના પોતાના સહયોગી વિઝનને સાકાર કરવામાં પણ મદદ મળશે.
પ્રધાનમંત્રી મોદીએ હાલના સમયમાં ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોમાં ઉલ્લેખનીય વિકાસ પર સંતોષ પ્રક્ટ કર્યો અને આ સફરમાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન તેમજ પૂર્વ પ્રધાનમંત્રી ટોની એબટના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ ગત વર્ષે પ્રધાનમંત્રી મોરિસન સાથે થયેલી પોતાની શિખર મંત્રણાને પણ યાદ કરી અને સ્થિતિઓને જોતા ટૂંક સમયમાં પ્રધાનમંત્રી મોરિસનને આમંત્રિત કરવાની પોતાની ઈચ્છાનું પુનરુચ્ચારણ કર્યુ.
4 જૂન, 2020ના રોજ પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન વચ્ચે શિખર મંત્રણામાં દ્વિપક્ષીય સંબંધોને એક સમયે વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવામાં આવ્યા, જેના અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયાએ પારસ્પરિક લાભ માટે વ્યાપાર તથા રોકાણના પ્રવાહને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને એક દ્વિપક્ષીય સમય આર્થિક સહયોગ સમજૂતી (સીઈસીએ) પર ફરી જોડાવાનો નિર્ણય કર્યો. ટોની એબટની વર્તમાન યાત્રા આ સહયોગી મહત્વાકાંક્ષાને પ્રદર્શિત કરે છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1742915)
Visitor Counter : 287
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam