પ્રધાનમંત્રીનું કાર્યાલય

ટોક્યો 2020માં આપણી પુરુષ હોકી ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તે જ મહત્વનું છે: પ્રધાનમંત્રી

Posted On: 03 AUG 2021 11:38AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટોક્યો 2020માં આપણી પુરુષ હોકી ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને તે જ મહત્વનું છે. તેમણે ટીમને આગામી મેચ અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"જીત અને હાર જીવનનો એક ભાગ છે. #Tokyo2020માં આપણી પુરુષ હોકી ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તે જ મહત્વનું છે. આગામી મેચ અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતને આપણા ખેલાડીઓ પર ગર્વ છે."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1741777) Visitor Counter : 231