પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 31 જુલાઈના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં આઈપીએસ પ્રોબેશનરો સાથે વાતચીત કરશે

Posted On: 30 JUL 2021 10:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 જુલાઈ 2021 ના ​​રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં IPS પ્રોબેશનર્સને સંબોધિત કરશે. તે ઇવેન્ટ દરમિયાન પ્રોબેશનરો સાથે પણ વાતચીત કરશે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને રાજ્ય (ગૃહ) મંત્રી શ્રી નિત્યાનંદ રાય ઉપસ્થિત રહેશે.

એસવીપીએનપીએ વિશે

સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી (એસવીપીએનપીએ) એ દેશની પ્રીમિયર પોલીસ તાલીમ સંસ્થા છે. તે ઇન્ડિયન પોલીસ સર્વિસના અધિકારીઓને ઇન્ડક્શન લેવલ પર તાલીમ આપે છે અને સેવારત IPS અધિકારીઓ માટે વિવિધ ઇન-સર્વિસ અભ્યાસક્રમો ચલાવે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1740961) Visitor Counter : 203