પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દર મહિનાના પોતાના ‘મન કી બાત’ સંબોધનમાં ચંડીગઢ સ્થિત ફૂડ સ્ટોલના માલિકની પ્રશંસા કરી

Posted On: 25 JUL 2021 4:13PM by PIB Ahmedabad

દર મહિનાના પોતાના ‘મન કી બાત’ સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચંડીગઢના એક ફૂડ સ્ટોલ માલિકની પ્રશંસા કરી, જેણે અન્યોને ખુદને કોવિડ-19 રસી મૂકાવવા માટે પ્રેરિત કરવાની પહેલ કરી. પોતાના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના પુત્રી અને ભત્રીજીના સૂચન પર, એક ફૂડ સ્ટોલના માલિક સંજય રાણાએ એ લોકોને મફતમાં છોલે ભટૂરે ખવડાવવાનું શરૂ કર્યુ, જેમણે કોવિડની રસી મેળવી હતી.


પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ ફૂડ સ્ટોલ માલિક સેક્ટર-29માં એક સાયકલ પર છોલે ભટૂરે વેચે છે અને આ વાનગી મફતમાં લેવા માટે વ્યક્તિએ એ દર્શાવવું પડે છે કે તેણે એ જ દિવસે રસી લીધી છે. પ્રધાનમંત્રીએ આ કાર્યની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ કાર્ય સાબિત કરે છે કે સમાજના કલ્યાણ માટે પૈસા કરતાં વધુ સેવા અને કર્તવ્યની ભાવનાની જરૂર હોય છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

 (Release ID: 1738852) Visitor Counter : 97