પ્રધાનમંત્રીનું કાર્યાલય
નવા મંત્રીઓ માટે રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદીનું પ્રસ્તાવિક નિવેદન
Posted On:
19 JUL 2021 3:15PM by PIB Ahmedabad
આદરણીય અધ્યક્ષ જી,
તમે મને આ સભામાં મંત્રીમંડળના નવા સભ્યોના પરિચય કરાવવાનો આદેશ આપ્યો છે.
આજે ગૃહનો એક એવો અવસર છે, જ્યારે દેશના ગામડાની પૃષ્ઠભૂમિના ખેડૂત પરિવારના બાળકો મંત્રી બનીને આ માનનીય ગૃહમાં તેમનો પરિચય થઈ રહ્યો છે, ત્યારે કેટલાક લોકો ખૂબ દુઃખી થઈ રહ્યા છે.
આજે આ ગૃહમાં મહિલાઓ જે મંત્રી બની છે, તેમનો પરિચય થઈ રહ્યો છે. એ કઈ મહિલાવિરોધી માનસિકતા છે કે જેના કારણે તે આ ગૃહમાં તેનું નામ સાંભળવા પણ તૈયાર નથી, તે તેમનો પરિચય કરાવવા પણ તૈયાર નથી.
માનનીય અધ્યક્ષ જી,
અનુસૂચિત જનજાતિના અમારા સાંસદો મોટી માત્રામાં સાથી મંત્રી બન્યા છે. આપણા આદિવાસીઓ પ્રત્યે કેવી આક્રોશની ભાવના છે કે તેઓને આ માનનીય ગૃહમાં આદિવાસી મંત્રીઓનો પરચિય થાય, તે પણ તેમને ગમશે નહીં.
માનનીય અધ્યક્ષ જી,
આ ગૃહમાં મોટી સંખ્યામાં દલિત પ્રધાનોનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે. તેઓ દલિત સમાજના પ્રતિનિધિઓના નામ સાંભળવા તૈયાર નથી. આ કઈ માનસિકતા છે જે દલિતોનું ગૌરવ લેવા તૈયાર નથી, આદિવાસીઓનું ગૌરવ વધારવા માટે તૈયાર નથી, ખેડૂત પુત્રને મહિમા આપવા તૈયાર નથી. આ કઈ માનસિકતા છે જે મહિલાઓને સન્માન આપવા તૈયાર નથી. આ પ્રકારની વિકૃત માનસિકતા ગૃહ દ્વારા પ્રથમ વખત જોવામાં આવી છે.
અને તેથી, માનનીય અધ્યક્ષ જી,
આપે પરિચય કરાવવા માટે જે તક આપી તે બદલ હું તમારો આભારી છું, પરંતુ માનનીય અધ્યક્ષ જી, મંત્રીમંડળના નવા નિયુક્ત સભ્યોને રાજ્યસભામાં introduce સમજવામાં આવે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1736766)
Visitor Counter : 376
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam