પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મુંબઈમાં દિવાલ ધરાશયી થતા મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો


PMNRFમાંથી મૃતકોના સ્વજનોને આર્થિક સહાય જાહેર કરી

प्रविष्टि तिथि: 18 JUL 2021 10:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં વિક્રોલી અને ચેમ્બુર ખાતે દિવાલ ધરાશયી થવાથી મોતને ભેટેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી દરેક વ્યક્તિના નજીકના સ્વજનને રૂ. 2 લાખ અને પ્રત્યેક ઘાયલ વ્યક્તિને રૂ. 50,000ની સહાય પણ જાહેર કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું, “મુંબઈના ચેમ્બુર અને વિક્રોલીમાં દિવાલ ધરાશયી થવાથી કેટલાક લોકોનાં મૃત્યુ થવાની ઘટનાથી દુઃખી છું. શોકના આ સમયમાં , મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. જેઓ ઈજાગ્રસ્ત છે તેઓ ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરી રહ્યો છુંઃ PM @narendramodi

મુંબઈમાં દિવાલ ધરાશયી થવાથી મૃત્યુ પામનારા દરેક વ્યક્તિના નજીકના સ્વજનને PMNRFમાંથી રૂ. 2 લાખની સહાય અપાશે. જેઓ ઈજાગ્રસ્ત છે એવી પ્રત્યેક વ્યક્તિને રૂ. 50,000ની સહાય અપાશે.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1736516) आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam