મંત્રીમંડળ

મંત્રીમંડળ દ્વારા ભારત અને રશિયન ફેડરેશન વચ્ચે સ્ટીલ બનાવવા માટે વપરાતા કોકિંગ કોલસા અંગે સહકાર માટે સમજૂતી (એમઓયુ)કરારને મંજૂરી આપવામાં આવી

Posted On: 14 JUL 2021 4:06PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ મંત્રીમંડળની બેઠકમાં ભારતના પોલાદ મંત્રાલય અને રશિયન ફેડરેશનના ઉર્જા મંત્રાલય વચ્ચે સ્ટીલ બનાવવા માટે વપરાતા કોકિંગ કોલસા અંગે સહકાર માટે સમજૂતી (એમઓયુ) કરારને મંજૂરી આપવામાં આવી છે.


લાભો:

સમજૂતી કરારથી સમગ્ર સ્ટીલ ક્ષેત્રને તેમના ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરીને લાભ થશે. આનાથી દેશમાં સ્ટીલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે અને ઇક્વિટી અને સમાવિષ્ટતાને પ્રોત્સાહન મળી શકે છે. 

સમજૂતી કરાર ભારત અને રશિયા વચ્ચે કોકિંગ કોલસા ક્ષેત્રમાં સહયોગ માટે એક સંસ્થાકીય પદ્ધતિ પ્રદાન કરશે.

સમજૂતી કરારના ઉદ્દેશો સ્ટીલ ક્ષેત્રે ભારત સરકાર અને રશિયાની સરકાર વચ્ચે સહકારને મજબૂત બનાવવાનો છે. સહકાર સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓ કોકિંગ કોલસાના વિવિધ સ્ત્રોતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1735410) Visitor Counter : 290