પંચાયતી રાજ મંત્રાલય

સરકારે સ્વામિત્વના અમલીકરણ અંગે થયેલી પ્રગતિની સમીક્ષા કરી


પંચાયતી રાજ સંસ્થાને મજબુત બનાવવા માટે અન્ય મંત્રાલયો/લાઇન વિભાગો સાથે વાતચીત થઈ શકે છે : શ્રી ગિરિરાજ સિંહ

મંત્રીઓને એમઓપીઆરની યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણની સ્થિતિ અંગે માહિતગાર કરાયા અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

Posted On: 13 JUL 2021 3:42PM by PIB Ahmedabad

પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ અને પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટીલે સ્વામિત્વ યોજના અને ઇ-પંચાયત કાર્યક્રમોના અમલીકરણ અંગે થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. શ્રી ગિરિરાજ સિંહે અભિપ્રાય આપ્યો હતો કે પંચાયતી રાજ સંસ્થાને અન્ય મંત્રાલયો/લાઇન વિભાગો જેવા કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય; મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, જળ શક્તિ મંત્રાલય, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય વગેરે સાથે કન્વર્ઝન દ્વારા મજબૂત બનાવવા તરફ પગલાં લેવામાં આવી શકે છે.

2022માં આગામી 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી (અઝાદી કા અમૃત મહોત્સવ) સાથે, પંચાયતી રાજ મંત્રીએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે આવી બેઠકોમાં ચર્ચાના વ્યાપક સ્તરના એજન્ડા/કેન્દ્રિત ક્ષેત્રોને આગળ ધરીને ગ્રામસભાની બેઠકોનું સંસ્થાકીયકરણ કરવામાં આવે.

પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટીલે પંચાયતી રાજ સંસ્થાઓ સામે પોતાનો સમૃદ્ધ અનુભવ મુક્યો  અને પંચાયતોને પોતાની આવક વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રીય નાણાં આયોગ (સીએફસી) હેઠળ સંચાલન અને જાળવણી ખર્ચ સાથે સંબંધિત મંત્રાલયો/વિભાગના હસ્તક્ષેપ સાથે સંબંધિત માહિતીને ઈ-ગ્રામસ્વરાજમાં પોર્ટ કરવી, એમઓપીઆરના પોર્ટલો/ડેશબોર્ડ્સના જેવા કે ઈ-ગ્રામસ્વરાજને પ્રોત્સાહન અને સંવર્ધન માટેના સહયોગી પ્રયાસો, સ્થાનિક સરકારની ડિરેક્ટરી (એલજીડી) વગેરે નિયમિત ધોરણે યોગ્ય/આવશ્યક વિષયવસ્તુના કવરેજની દ્રષ્ટિએ, ગ્રામ પંચાયત મુજબના એકત્રીકરણની સુવિધા માટે એલજીડી કોડ સાથે યોજના અમલીકરણની માહિતીનું બીજકરણ, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, એમઓપીઆર કાર્યક્રમો/પહેલોનું એકત્રીકરણ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ, કૃષિ, પશુપાલન વગેરે જેવા વિવિધ લાઇન વિભાગોની યોજનાઓ, ગ્રામ પંચાયત ભવનમાં બાયોમેટ્રિક હાજરી પદ્ધતિનો અવકાશ, સામાન્ય સેવા કેન્દ્રો (સીએસસી)ની ભૂમિકા/સેવાઓ અને ગ્રામ્ય કક્ષા ઉદ્યોગકારોની પણ ચર્ચા કરવામાં આવી હતી.

9 જુલાઈ 2021ના રોજ કૃષિ ભવન, નવી દિલ્હી ખાતે પંચાયતી રાજ મંત્રાલયનો હવાલો સંભાળ્યા પછી શ્રી ગિરિરાજ સિંહ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટિલની સાથે, પંચાયતી રાજ રાજ્યમંત્રીએ માહિતી લીધી અને પંચાયતી મંત્રાલયના વિવિધ વર્તમાન કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને પહેલોની સમીક્ષા કરી હતી. પ્રારંભિક સમીક્ષા બેઠક દરમિયાન પંચાયતી રાજ મંત્રાલયની યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણની સ્થિતિ વિશે મંત્રીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. મિટિંગમાં મંત્રાલયના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

સમીક્ષા બેઠકમાં સચિવ શ્રી સુનિલ કુમાર, અધિક સચિવ શ્રી (ડૉ.) ચંદ્ર શેખર કુમાર અને પંચાયતી રાજ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1735084) Visitor Counter : 309