ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના- IV હેઠળ વિતરણ માટે 31 રાજ્યો / કેન્દ્રશાસિત પદેશો દ્વારા 15.30 એલએમટી મફત અનાજ પહોંચાડવામાં આવ્યું

પીએમજીકેએવાય- III હેઠળ બધા જ 36 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા 78.26 એલએમટી મફત અનાજ પહોંચાડવામાં આવ્યું

અનાજનો સરળ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે, એફસીઆઈ દેશભરના તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનાજ પહોંચાડી રહ્યું છે

1 એપ્રિલ 2021થી એફસીઆઇ દ્વારા 4005 અનાજ રેક્સ લોડ કરવામાં આવ્યા

Posted On: 13 JUL 2021 3:29PM by PIB Ahmedabad

ભારત સરકાર ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે કોવિડ-19 રોગચાળા દરમિયાન લોકોને મફત અનાજ વિતરણ કરવાની સૌથી લાંબી કવાયત ચલાવી રહી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 મહિના એટલે કે જુલાઈ-નવેમ્બર 2021 સુધી લંબાવી દીધી છે અને પીએમજીકેએવાય- IV (જુલાઈ-નવેમ્બર 2021) હેઠળ 198.79 એલએમટી અનાજની વધુ ફાળવણી કરવામાં આવી છે.

પીએમજીકેએવાય-4 (જુલાઈ-નવેમ્બર 2021) અંતર્ગત 31 રાજ્યો એટલે કે આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી / દમણ અને દીવ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લદાખ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળને 15.30 એલએમટી અનાજ 12 જુલાઈ, 2021 સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પીએમજીકેએવાય-4 ના સફળ અમલીકરણ માટે દરેક રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં પર્યાપ્ત જથ્થો પહોંચાડી દીધો છે. હાલમાં, સેન્ટ્રલ પૂલ હેઠળ 583 એલએમટી ઘઉં અને 298 એલએમટી ચોખા (કુલ 881 એલએમટી અનાજ) ઉપલબ્ધ છે.

પીએમજીકેએવાય-III (મે-જૂન 2021) હેઠળ ભારતના ફૂડ કોર્પોરેશન દ્વારા તમામ 36 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને 78.26 એલએમટી મફત અનાજ પહોંચાડવામાં આવ્યું છે.

એફસીઆઇ તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને સરળ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આખા દેશમાં અનાજનું પરિવહન કરી રહ્યું છે. 1 એપ્રિલ 2021થી એફસીઆઇ દ્વારા 4005 અનાજ રેક્સ લોડ કરવામાં આવ્યાં છે.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com

 (Release ID: 1735072) Visitor Counter : 187