સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 રસીકરણ: માન્યતા વિ. હકીકતો
જુલાઇમાં રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં અંગે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને અગાઉથી પૂરતી જાણકારી આપવામાં આવી હતી
જુલાઈમાં રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 12 કરોડથી વધુ ડોઝ પ્રાપ્ત થશે
Posted On:
07 JUL 2021 4:51PM by PIB Ahmedabad
તાજેતરમાં, કેટલાક મીડિયા અહેવાલોમાં એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે છેલ્લા એક અઠવાડિયામાં પહેલાંના અઠવાડિયાની તુલનામાં 32% ઓછું રસીકરણ કરવામાં આવ્યું હતું.
એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જુલાઇ, 2021 દરમિયાન મળવાના ડોઝ સહિત ખાનગી હોસ્પિટલોમાં પુરવઠાના ડોઝ વિશે તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને અગાઉથી જાણ કરવામાં આવી રહી છે. રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19 રસીઓની ઉપલબ્ધતાના આધારે તેમના કોવિડ -19 રસીકરણ સત્રોની યોજના કરવાની સલાહ આપવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઉત્પાદકો સાથેની ચર્ચાના આધારે તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશને જાણ કરવામાં આવી હતી કે તેઓને જુલાઈ 2021ના મહિનામાં કોવિડ રસીના 12 કરોડથી વધુ ડોઝ મળશે. આજે સવાર સુધીમાં, 2.19 કરોડથી વધુ જુલાઈના પુરવઠાથી બધા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. રાજ્યોને પણ તેમને મોકલવામાં આવતી કોવિડ રસીના પુરવઠાની અગાઉથી પૂરતી જાણકારી આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત, જો વધતા કવરેજને ધ્યાનમાં રાખીને તેઓ દ્વારા રસીના વધુ ડોઝની જરૂર હોય તો બધા રાજ્યોને સંભવિત સૂચક માંગને વહેંચવા પણ વિનંતી કરવામાં આવી છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1733391)
Visitor Counter : 311