માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આજે નિપુણ ભારત કાર્યક્રમ શરૂ કર્યો


નિપુણ ભારતનો ઉદ્દેશ 3થી 9 વર્ષની વયજૂથમાં બાળકોની શૈક્ષણિક જરૂરિયાતોને આવરી લશે – શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’

નિપુણ ભારતમાં આધારભૂત તબક્કામાં સંપૂર્ણ, સંકલિત, સર્વસમાવેશક, આનંદદાયક અને રસપ્રદ શિક્ષણનો અનુભવ આપશે એવી કલ્પના કરી છેઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી

Posted On: 05 JUL 2021 4:17PM by PIB Ahmedabad

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકએ આજે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અંડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યૂમરેસી (નિપુણ ભારત – સમજણ અને આંકડાકીય સમજણ સાથે વાંચનમાં કુશળતા માટેની રાષ્ટ્રીય પહેલ) વર્ચ્યુઅલ રીતે શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે, દેશમાં વર્ષ 2026-27 સુધીમાં ધોરણ 3નો અભ્યાસ પૂર્ણ કરનાર દરેક બાળકમાં પર્યાપ્ત આધારભૂત સાક્ષરતા અને આંકડાકીય ક્ષમતા હાંસલ થાય. રાષ્ટ્રીય અબિયાન રાજ્ય કક્ષાના કેન્દ્રિત મંત્રી શ્રી સંજય ધોત્રે, સચિવ (એસઇએન્ડએલ) શ્રીમતી અનિતા કરવાલ, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓ, વરિષ્ઠ નીતિનિર્માતાઓ અને સંસ્થાઓના વડાઓની હાજરીમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક ટૂંકો વીડિયો, રાષ્ટ્રગીત અને નિપુણ ભારત માર્ગદર્શિકા પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર પ્રાયોજિત સમગ્ર શિક્ષા યોજનાનાં નેજાં હેઠળ શરૂ થયેલું આ અભિયાન શાળાશિક્ષણના પાયાના વર્ષોમાં બાળકોને સુલભતા પ્રદાન કરવા અને જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, તેમાં શિક્ષકની ક્ષમતાનું નિર્માણ કરવામાં આવશે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વિવિધ પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી અને શિક્ષક સંસાધનો/શૈક્ષણિક સામગ્રી વિકસાવવામાં આવશે તથા શિક્ષણના પરિણામો હાંસલ કરવા દરેક બાળકની પ્રગતિ પર નજર રાખવામાં આવશે.

WhatsApp Image 2021-07-05 at 4.02.11 PM.jpeg

આ પ્રસંગે સહભાગીઓને સંબોધન કરતા શ્રી પોખરિયાલે કહ્યું હતું કે, નિપુણ ભારતનો ઉદ્દેશ 3થી 9 વર્ષની વયજૂથમાં અભ્યાસ કરતા બાળકોની શિક્ષણની જરૂરિયાતો આવરી લેવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષકોએ મૂળભૂત ભાષા શીખવવા, સાક્ષરતા અને આંકડાકીય ક્ષમતા વિકસાવવા માટે દરેક બાળક પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે, જે તેમને વધારે સારા વાચકો અને લેખકો તરીકે વિકસાવવામાં મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું હતું કે, આ રીતે નિપુણ ભારતમાં આધારભૂત તબક્કામાં સંપૂર્ણ, સંકલિત, સર્વસમાવેશક, આનંદદાયક અને રસપ્રદ શિક્ષણનો અનુભવ આપવાની કલ્પના કરવામાં આવી છે.

મંત્રીએ ભાર મૂક્યો હતો કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 બનાવવામાં આવી છે, જેમાં તમામ બાળકો માટે આધારભૂત સાક્ષરતા અને આંકડાકીય ક્ષમતા હાંસલ કરવાનું તાત્કાલિક રાષ્ટ્રીય અભિયાન બનાવવું પડશે. તેમણે ઉમેર્યું હતું કે, આ લક્ષ્યાંકને પાર પડવા વિભાગે નિપુણ ભારત અંતર્ગત સંપૂર્ણ માર્ગદર્શિકા વિકસાવી છે, જે માટે અમલીકરણ ભાગીદારો સાથે શ્રેણીબદ્ધ સઘન ચર્ચા કરવામાં આવી છે, એને લવચિક અને સહયોગાત્મક બનાવવા નિષ્ણાતો સાથે બેઠકો કરવામાં આવી છે. શ્રી પોખરિયાલે કહ્યું હતું કે, આ આધારભૂત સાક્ષરતા અને આંકડાકીય ક્ષમતાના મુખ્ય ટેકનિકલ પાસાઓને આવરી લેશે તેમજ રાષ્ટ્રીય, પ્રાદેશિક, જિલ્લા અને શાળાના સ્તરે અમલીકરણની વ્યવસ્થા અસરકારક રીતે સ્થાપિત કરવા વહીવટી પાસાઓને આવરી લેશે. તેમણે એવી જાણકારી પણ આપી હતી કે, વર્ષ 2021-22માં આધારભૂત તબક્કા માટે વિવિધ હસ્તક્ષેપોના અમલ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમગ્ર શિક્ષણ યોજના અંતર્ગત રૂ. 2688.18 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રસંગે શ્રી ધોત્રેએ કહ્યું હતું કે, ગુણવત્તાયુક્ત શિક્ષણ મજબૂત રાષ્ટ્રનિર્માણનો પાયો છે તથા સાક્ષરતા અને આંકડાકીય કૌશલ્યોમાં હાર્દરૂપ ઘટક આધારભૂત શિક્ષણ છે. મંત્રીએ કહ્યું હતું કે, આગામી વર્ષોમાં આ અભિયાન આપણા શાળા શિક્ષણનાં પરિણામોની કાયાકલ્પ કરશે અને 21મી સદીના ભારત પર મજબૂત અસર કરશે. શ્રી ધોત્રેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નિપુણ ભારતથી આપણા વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ વર્ગોમાં હરણફાળ ભરવામાં મદદ મળવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા વિદ્યાર્થીઓ માટે શિક્ષણને સ્પર્ધાત્મક બનાવવા પર મોટી અસર પણ કરશે.

વિશિષ્ટ ખાસિયત છે કે, અભિયાનના લક્ષ્યાંકો લક્ષ્ય સૂચી કે આધારભૂત સાક્ષરતા અને આંકડાકીય ક્ષમતા માટેના લક્ષ્યાંકો સ્વરૂપે નિર્ધારિત કરવામાં આવ્યાં છે. સંપૂર્ણ ઉદ્દેશ ત્રીજા ધોરણ સુધીમાં શિક્ષણના ઇચ્છિત પરિણામો હાંસલ કરવાના હોવા છતાં માતાપિતાઓ, સમુદાય, સ્વયંસેવકો વગેરે વચ્ચે વધારે જાગૃતિ લાવવા લક્ષ્ય બાલવાટિકાથી ધોરણ 3 સુધી વિકસાવવામાં આવ્યો છે. લક્ષ્યાંકો એનસીઇઆરટી અને આંતરરાષ્ટ્રીય સંશોધન તથા ઓઆરએફ અભ્યાસો દ્વારા વિકસાવવામાં આવેલા પરિણામો પર આધારિત છે. ઉદાહરણ તરીકે, કોઈ પણ બાળક બીજું અને ત્રીજું ધોરણ પૂર્ણ થાય ત્યાં સુધીમાં અપરિચિત પાઠમાં સંપૂર્ણ સ્પષ્ટતા સાથે અનુક્રમે દર મિનિટે 45થી 60 શબ્દો અને ઓછામાં ઓછા 60 શબ્દો વાંચી શકવું જોઈએ.

નિપુણ ભારતની સફળતાનો આધાર મુખ્યત્વે શિક્ષકો પર હશે, જેથી શિક્ષકોની ક્ષમતા નિર્માણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. નિષ્ઠા અંતર્ગત આધારભૂત સાક્ષરતા અને આંકડાકીય ક્ષમતા  માટે વિશેષ પેકેજ એનસીઇઆરટી દ્વારા વિકસાવવામાં આવ્યો છે અને આશરે 25 લાખ શિક્ષકો બાલમંદિરથી લઈને પ્રાથમિક શાળામાં ભણાવે છે, જેમને એફએલએન પર ચાલુ વર્ષે તાલીમ આપવામાં આવશે.

નિપુણ ભારત અબિયાનના લક્ષ્યાંકો અને ઉદ્દેશોના અમલીકરણમાંથી નીચેના પરિણામો મળવાનો વિચાર કરવામાં આવ્યો છેઃ

  • વર્ગમાં બાળકોને જાળવી રાખવા પાયાની કુશળતાઓ, જેથી શાળામાં અધૂરો અભ્યાસ મૂકતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે અને પ્રાથમિકતામાંથી માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના દરમાં વધારો થશે.
  • પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અને સાનુકૂળ શૈક્ષણિક વાતાવરણ શિક્ષણની ગુણવત્તામાં વધારો કરશે.
  • વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે રમકડાં આધારિત નવીન શિક્ષણ પદ્ધતિઓ અને અનુભવજન્ય શિક્ષણનો ઉપયોગ થશે, જેથી ગમ્મત સાથે જ્ઞાન મળશે અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં વધારે રસ પડશે.
  • શિક્ષકોની ક્ષમતામાં સઘન વધારો તેમને સક્ષમ વધારશે અને શિક્ષણ પદ્ધતિ પસંદ કરવા માટે વધારે સ્વાયતત્તા પ્રદાન કરશે.
  • વિકાસના વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને બાળકનો સંપૂર્ણ વિકાસ, જેમ કે શારીરિક અને હલનચલનનો વિકાસ, સામાજિક-ભાવનાત્મક વિકાસ, સાક્ષરતા અને આંકડા સાથે સંબંધિત વિકાસ, સંજ્ઞાનત્મક વિકાસ, જીવન સંબંધિત કુશળતાઓ વગેરે, જેઓ એકબીજા સાથે સંબંધિત છે અને એકબીજા પર નિર્ભર છે, જે પ્રગતિના સંપૂર્ણ કાર્ડમાં પ્રતિબિંબિત થશે.
  • બાળકો શિક્ષણ સાથે સંબંધિત ઝડપી વિકાસ હાંસલ કરશે, જેની જીવનના પછીના તબક્કાઓમાં વિકાસ અને રોજગારી પર સકારાત્મક અસર થઈ શકે.
  • લગભગ દરેક બાળક પ્રારંભિક શિક્ષણ મેળવે છે એટલે સામાજિક-આર્થિક વંચિત વર્ગને એ તબક્કામાં પણ લાભ થશે, જેથી સમાન અને સર્વસમાવેશક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની સુલભતા સુનિશ્ચિત થશે.

એટલે નિપુણ ભારત આપણા બાળકોની ખરી સંભવિતતા હાંસલ કરવામાં મદદરૂપ થવા અને દેશને નવી ઊંચાઈ પર લઈ જવા શક્ય દરેક રીતે શાળાઓ, શિક્ષકો, માતાપિતાઓ અને સમુદાયો સાથે વિદ્યાર્થીઓને ટેકો આપવા અને પ્રોત્સાહન આપશે એવી કલ્પના કરવામાં આવી છે.

નિપુણ ભારત પર રજૂઆત જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો:

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2021/jul/doc20217531.pdf

નિપુણ ભારતની માર્ગદર્શિકા જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો:

https://www.education.gov.in/sites/upload_files/mhrd/files/NIPUN_BHARAT_GUIDELINES_EN.pdf

SD/GP/JD

 


(Release ID: 1732922) Visitor Counter : 1577