પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહામહિમ ઈબ્રાહિમ રેઈસીને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 20 JUN 2021 2:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ ઈબ્રાહિમ રેઈસીને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટણીમાં વિજેતા થવા બદલ મહામહિમ ઈબ્રાહિમ રેઈસીને અભિનંદન.  હું ભારત અને ઈરાન વચ્ચે મધુર સંબંધોને વધુ મજબૂત કરવા માટે તેમની સાથે કામ કરવા માટે આશાન્વિત છું.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1728770) Visitor Counter : 242