સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 રસીકરણની માન્યતા વિરુદ્ધના તથ્યો


એડેનોવેક્ટર રસીના વર્તન સંબંધિત મૂળભૂત વૈજ્ઞાનિક કારણના આધારે કોવિશિલ્ડ ડોઝ અંતરાલમાં વધારો કરવાનો નિર્ણય


એનટીએજીઆઈની કોવિડ-19 કાર્યકારી જૂથ અને સ્થાયી તકનીકી પેટા સમિતિ (એસ.ટી.એસ.સી.)ની બેઠકોની મિનિટોનો રેકોર્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોવિશિલ્ડ માટે 12-16 અઠવાડિયાના અંતરાલની ભલામણ કોઈપણ સભ્યના મતભેદ વિના સર્વસંમત હતી

Posted On: 16 JUN 2021 1:40PM by PIB Ahmedabad

કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેના અંતરમાં 6-8 અઠવાડિયાથી 12-16 અઠવાડિયા સુધીના તફાવતને લગતા નિર્ણય અંગેના તકનીકી નિષ્ણાતોમાં અસંમતિ સૂચવતા કેટલાક મીડિયા અહેવાલો પ્રાપ્ત થયા છે.

નોંધનીય છે કે અંતરાલ વધારવાનો નિર્ણય એડેનોવેક્ટર રસીના વર્તણૂક અંગેના વૈજ્ઞાનિક કારણ પર આધારિત છે અને એનટીએજીઆઈની કોવિડ-19 કાર્યકારી જૂથ અને સ્ટેન્ડિંગ ટેક્નિકલ સબ-કમિટી (એસ.ટી.એસ.સી.)ની બેઠકોમાં કોઈપણ સભ્યની અસંમતિ વિના સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે,

રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ પર ઇમ્યુનાઇઝેશન (એનટીએજીઆઈ)ની કોવિડ-19ની 22મી બેઠક, 10મી મે, 2021ના રોજ યોજવામાં આવી હતી. કોવિડ-19 કાર્યકારી જૂથમાં નીચેના સભ્યો છે :

ડો. એન કે અરોરા

એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, INCLEN

ડો. રાકેશ અગ્રવાલ

NTAGI સદસ્ય, ડિરેક્ટર, જેઆઈપીએમઆર, પુડુચેરી

ડો. ગગનદીપ કંગ

NTAGI સદસ્ય, પ્રોફેસર, સીએમસી વેલોર

ડો. અમુલ્યા પાંડા

NTAGI સભ્ય, નિયામક, એન.આઇ.આઇ.

ડો. જે પી મુલીયિલ

NTAGI સભ્ય, નિવૃત્ત. આચાર્ય, સીએમસી, વેલોર

ડો. નવીન ખન્ના

ગ્રુપ લીડર, આઇસીજીઇબી

ડો. વી જી સોમાની

ડીસીજીઆઈ, સીડીએસસીઓ

ડો. પ્રદીપ હલદાર

સલાહકાર, આરસીએચ, એમએચએફડબલ્યુ

 

આ કોવિડ-19 કાર્યકારી જૂથે રાષ્ટ્રીય રસીકરણ નીતિ હેઠળ ઉપયોગમાં લેવાતી કોવિશિલ્ડ માટે ડોઝ અંતરાલમાં ફેરફાર કરવાની દરખાસ્ત પર વિચારણા કરી. તેમાં ભલામણ કરવામાં આવી છે કે ‘ખાસ કરીને યુનાઇટેડ કિંગડમ (યુકે) ના વાસ્તવિક જીવનના પુરાવાના આધારે, કોવિડ-19 કાર્યકારી જૂથ કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતરાલને 12-16 અઠવાડિયા સુધી વધારવા માટે સંમત થયા છે.

કોવિડ-19 કાર્યકારી જૂથની આ ભલામણને એનટીએજીઆઈની સ્થાયી તકનીકી પેટા સમિતિ (એસટીએસસી)ની 31મી બેઠકમાં ચર્ચા માટે લેવામાં આવી હતી, જે 13 મે 2021ના રોજ સેક્રેટરી, બાયોટેકનોલોજી વિભાગ અને સેક્રેટરી, ડી.એચ.આર. અને ડીજી, આઈસીએમઆર.ની સંયુક્ત અધ્યક્ષતામાં મળી હતી.

એસ.ટી.એસ.સી.ના સભ્યો નીચે મુજબ છેઃ

ડો. રેણુ સ્વરૂપ

સચિવ, બાયોટેકનોલોજી વિભાગ

ડો. બલરામ ભાર્ગવ

સચિવ, આરોગ્ય સંશોધન વિભાગ અને ડીજી- આઇસીએમઆર

ડો. જે પી મુલીયિલ

પ્રોફેસર, સીએમસી વેલોર

ડો. ગગનદીપ કંગ

પ્રોફેસર, સીએમસી વેલોર

ડો. ઇન્દ્રની ગુપ્તા

પ્રોફેસર, ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક ગ્રોથ, દિલ્હી

ડો. રાકેશ અગ્રવાલ

ડિરેક્ટર, JIPMER, પુડુચેરી

ડો. મેથ્યુ વર્ગીઝ

ડિપાર્ટમેન્ટના વડા, ઓર્થોપેડિક્સ, સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલ, નવી દિલ્હી

ડો. સતિન્દર અનેજા

પ્રોફેસર, શારદા યુનિવર્સિટી, નોઈડા

ડો. નીરજા ભટલા

પ્રોફેસર, એઈમ્સ, નવી દિલ્હી

ડો. એમ ડી ગુપ્તે

પૂર્વ ડિરેક્ટર, એનઆઈઈ, ચેન્નાઇ

ડો. વાય કે ગુપ્તા

આચાર્ય સલાહકાર THSTI-DBT

ડો. અરુણ અગ્રવાલ

પ્રોફેસર, પી.જી.આઈ.એમ.ઇ.આર., ચંડીગઢ

ડો. લલિત ધાર

પ્રોફેસર, વાઇરોલોજી, એઈમ્સ, નવી દિલ્હી

 

એનટીએજીઆઈની એસ.ટી.એસ.સી. દ્વારા નીચેની ભલામણ કરાઈ: - ‘કોવિડ -19 કાર્યકારી જૂથની ભલામણ મુજબ, કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછો ત્રણ મહિનાનો અંતરાલ લેવાની ભલામણ કરવામાં આવી હતી.’

બંને બેઠકોમાં એટલે કે કોવિડ-19 કાર્યકારી સમૂહ અને એસટીએસસીમાં, રોઇટર્સના ન્યુઝ રિપોર્ટમાં ટાંકવામાં આવેલા ત્રણ સભ્યોમાંથી કોઈપણ દ્વારા મત આપવામાં આવ્યા ન હતા, એટલે કે, ડૉ. મેથ્યુ વર્ગીઝ, ડૉ. એમ. ડી. ગુપ્તે અને ડૉ.  જે. પી. મુલીયિલ. ઉપરાંત, એ રેકોર્ડ પર છે કે ડૉ. મેથ્યુ વર્ગીઝે તેમની કથિત અસંમતિના મુદ્દે રોઇટર્સ સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે.

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1727520) Visitor Counter : 245