રસાયણ અને ખાતર મંત્રાલય
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાઓને એમ્ફોટેરિસિન-બીની વધારાની 106300 શીશીઓ ફાળવાઈ-શ્રી ડી.વી. સદાનંદ ગૌડા
પરંપરાગત એમ્ફોટેરિસિન-બીની કુલ 53,000 શીશીઓ પણ ફાળવવામાં આવી
Posted On:
14 JUN 2021 1:44PM by PIB Ahmedabad
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડાએ ટ્વીટરના માધ્યમથી ઘોષણા કરી કે લિપોસોમલ એમ્ફોટેરિસિન-બીની વિશિષ્ટ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આજે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાઓમાં આ દવાની વધારાની 106300 શીશીઓ ફાળવવામાં આવી છે.
મંત્રીએ આગળ કહ્યું કે આજે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાઓને પરંપરાગત એમ્ફોટેરિસિન-બીની કુલ 53,000 શીશીઓ પણ ફાળવવામાં આવી છે. દર્દીઓ માટે સુયોગ્ય સપ્લાય અને યોગ્ય સમયે ઈલાજને સુનિશ્ચિત કરવા માટે પરંપરાગત એમ્ફોટેરિસિન-બીની ફાળવણી કરવામાં આવી છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1726978)
Visitor Counter : 217
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam