સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતના ત્રીજા ક્રમિક દિવસે દૈનિક નવા કેસ 1 લાખથી ઓછા
ભારતનો એક્ટિવ કેસ લોડ 60 દિવસ પછી વધુ ઘટીને 12 લાખથી પણ ઓછા થઈ ગયો છે
સળંગ 28મા દિવસે પણ દૈનિક ધોરણે નવા કેસ કરતાં નવા સાજા થનારાનો આંકડો વધારે નોંધાયો
રિકવરી રેટ સતત વધીને 94.77 ટકા થયો
દૈનિક પોઝિટીવિટી દર 4.69% થયો જે સતત 17 દિવસથી 10%ની નીચે છે
ભારતનું સંચિત રસીકરણ કવરેજ 24 કરોડથી વધુ છે
Posted On:
10 JUN 2021 10:28AM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 94,052 નવા કેસ નોંધાયા છે. દેશમાં હાલમાં સતત 3 દિવસ થી 1 લાખથી ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. જે કેન્દ્ર, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગી અને સતત પ્રયત્નોનું પરિણામ છે.
ભારત સક્રિય કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશનો સક્રિય કેસ લોડ આજે પણ 11,67,952ની સપાટીએ છે. સતત સાત દિવસો માટે કેસલોડ 20 લાખથી નીચે રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 63,463 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો થયો છે અને દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસોની સંખ્યા 4.00% રહી છે.
ભારતનો દૈનિક સાજા થવાની ટકાવારી સતત 28મા દિવસે દૈનિક નવા કેસની સરખામણીએ આગળ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1,51,367 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન એક દિવસમાં નવા નોંધાયેલા કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 57,315 વધારે નોંધાઇ છે.
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,76,55,493 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 1,51,367 દર્દીઓ સાજા થયા છે. જેને કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 94.77% થયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,04,690 પરીક્ષણો કરવામાં આવ્યા છે અને આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 37.21 કરોડ (37,21,98,253) થઇ ગઇ છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટી હાલમાં 5.43% નોંધાયો છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 4.69% નોંધાયો છે. સળંગ 17 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.
દેશભરમાં ચાલી રહેલા કોવિડ-19 રસીકરણ અભિયાનના ભાગરૂપે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ 24 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આજે રાષ્ટ્રવ્યાપી રસીકરણ ડ્રાઇવ હેઠળ છેલ્લા 24 કલાકમાં 33,79,261 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 33,82,775 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 24,27,26,693 ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં સામેલ છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,00,13,434
|
બીજો ડોઝ
|
69,13,017
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,64,77,374
|
બીજો ડોઝ
|
87,55,586
|
18 થી 44 વર્ષનું વયજૂથ
|
પ્રથમ ડોઝ
|
3,39,45,647
|
બીજો ડોઝ
|
4,07,151
|
45 થી 60 વર્ષનું વયજૂથ
|
પ્રથમ ડોઝ
|
7,33,84,090
|
બીજો ડોઝ
|
1,16,28,092
|
60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
6,16,62,400
|
બીજો ડોઝ
|
1,95,39,902
|
કુલ
|
24,27,26,693
|
****
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1725873)
Visitor Counter : 290
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam