સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્ર થી રાજ્ય : યુનિક ડિસેબિલીટી આઇડેન્ટિફિકેશન કાર્ડ (યુડીઆઈડી) હવે કોવિન-2.0 પર નોંધણી માટે ફોટો ઓળખ તરીકે સ્વીકાર્ય છે
રસીકરણ પ્રક્રિયાને તેના સાર્વભૌમિકરણ માટે સુવ્યવસ્થિત કરવા માટે કેન્દ્ર સરકારનો સતત પ્રયાસ
Posted On:
07 JUN 2021 3:37PM by PIB Ahmedabad
ભારત સરકાર આ વર્ષે 16મી જાન્યુઆરીથી સરળ અને અસરકારક રસીકરણ ઝુંબેશ સુનિશ્ચિત કરવા માટે ‘સંપૂર્ણ સરકાર’ અભિગમ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયત્નોને સમર્થન આપી રહી છે. કેન્દ્ર સરકારે દેશભરના લાભાર્થીઓની વિવિધ કેટેગરીના રસીકરણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કોવિન ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવ્યું છે. કોવિન કોવિડ રસી વિતરણ પ્રણાલીના તંત્રને પ્રભાવી રીતે રોલ આઉટ કરવા અને તેનો વ્યાપ વધારવા માટે મજબૂત આધાર આપે છે.
વૈશ્વિકરણ માટે રસીકરણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. આ પૃષ્ઠભૂમિમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે (07-06-2021) રાજ્યો/કેન્દ્રશાસિત કેન્દ્રોને પત્ર લખીને કોવિન 2.0 પર નોંધણી કરતી વખતે ફોટો આઈડી તરીકે યુનિક ડિસેબિલિટી આઇડેન્ટિફિકેશન (યુડીઆઈડી) કાર્ડનો સમાવેશ કરવા જણાવ્યું છે. 2 માર્ચ 2021ના રોજ બહાર પાડવામાં આવેલી Co-WIN 2.0 માટેની ગાઇડન્સ નોટ મુજબ, રસીકરણ પહેલાં લાભાર્થીની ચકાસણી માટે સાત સૂચવેલ ફોટો આઈડી નિર્દિષ્ટ અને સૂચિત કરવામાં આવ્યા હતા.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે વિકલાંગ વ્યક્તિઓના સશક્તીકરણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા અપંગ વ્યક્તિઓને અપાયેલ યુડીઆઈડી કાર્ડમાં, જરૂરી સુવિધાઓ છે જ જેવી કે, નામ, જન્મનું વર્ષ, લિંગ અને વ્યક્તિનો ફોટોગ્રાફ અને કોવિડ-19 રસીકરણમાં ઓળખના ઉપયોગના માપદંડને પૂર્ણ કરે છે.
તેથી, અપંગ વ્યક્તિઓ માટે રસીકરણની પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ બનાવવાના દૃષ્ટિકોણથી, કોવિડ-19 રસીકરણ માટે સૂચવેલ ફોટો આઈડી દસ્તાવેજની યાદીમાં યુડીઆઈડીનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે જરૂરી જોગવાઈઓ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં કોવિનમાં ઉપલબ્ધ થશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે યુ.ડી.આઈ.ડી. કાર્ડનો કોવિડ રસીકરણ પ્રવેશ પ્રક્રિયા કરવા માટે માન્ય ફોટો આઈડી તરીકે ઉપયોગમાં લેવા વધુમાં વધુ તેને પ્રચલિત કરવામાં આવે.
યુડીઆઈડીનો નમૂના નીચે મુજબ છે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1725085)
Visitor Counter : 299