સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં એક દિવસમાં 1.14 લાખ નવા કેસ નોંધાયા, બે મહિનામાં દૈનિક કેસોનો સૌથી ઓછો આંકડો


સતત 10 દિવસથી દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 2 લાખ કરતાં ઓછી

ભારતમાં સક્રિય કેસોનું ભારણ ઘટીને 15 લાખથી ઓછું થયું; આજે સક્રિય કેસોની સંખ્યા 14,77,799

સળંગ 24 દિવસમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થયેલા કેસો વધારે

રાષ્ટ્રીય સાજા થવાના દરમાં એકધારી વૃદ્ધિ જળવાઇ રહી; સાજા થવાનો દર વધીને 93.67% થયો

દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 5.62% થયો, છેલ્લા 13 દિવસથી પોઝિટીવિટી દર એકધારો 10%થી નીચે જળવાઇ રહ્યો છે

ભારતે રસીકરણ કવરેજમાં 23 કરોડ ડોઝનું આધારચિહ્ન પાર કર્યું

Posted On: 06 JUN 2021 10:18AM by PIB Ahmedabad

ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 1,14,460 કેસ નોંધાયા છે. છેલ્લા બે મહિનામાં દૈનિક ધોરણે નોંધાયેલા કેસોમાં આ સૌથી ઓછો આંકડો છે. દેશમાં સતત 10 દિવસથી દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 2 લાખ કરતાં નીચી જળવાઇ રહી છે. “સંપૂર્ણ સરકાર”ના અભિગમને અપનાવીને કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત દ્વારા હાથ ધરવામાં આવેલા સહિયારા અને એકધારા પ્રયાસોનું આ પરિણામ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012CDK.jpg

ભારતમાં સક્રિય કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ ઘટીને 15 લાખ કરતાં ઓછું થઇ ગયું છે; આજે સક્રિય કેસોની સંખ્યા 14,77,799 રહી છે. સતત છઠ્ઠા દિવસ સક્રિય કેસોનું ભારણ 20 લાખ કરતાં ઓછું નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 77,449 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા 5.13% રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002UWXJ.jpg

 

કોવિડ-19થી સંક્રમિત થયેલા વધુને વધુ લોકો હવે સાજા થઇ રહ્યાં હોવાથી, ભારતમાં સતત 24 દિવસથી દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સરખામણીએ દૈનિક ધોરણે સાજા થનારાની સંખ્યા વધુ જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 1,89,232 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન નવા નોંધાયેલા કેસોની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 74,772 વધારે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003D8UY.jpg

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,69,84,781 દર્દીઓ સાજા થઇ ગયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 93.67% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,36,311 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હોવાથી ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 36.4 કરોડથી વધારે (36,47,46,522) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 6.54% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 5.62% નોંધાયો છે. સળંગ 13 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004R1Z2.jpg

 

અન્ય એક મહત્વપૂર્ણ સફળતારૂપે, દેશમાં આજદિન સુધીમાં કુલ આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના ડોઝનો આંકડો 23 કરોડના મહત્વપૂર્ણ આધારચિહ્નને ઓળંગી ગયો છે. દેશમાં ચાલી રહેલા કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત રસીના કુલ 23.13 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 33,53,539 ડોઝ આપવામાં આવ્યા છે.

આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 32,42,503 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 23,13,22,417 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

 

HCWs

પ્રથમ ડોઝ

99,63,790

બીજો ડોઝ

68,55,261

FLWs

પ્રથમ ડોઝ

1,61,65,342

બીજો ડોઝ

86,62,859

18 થી 44 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

2,77,39,545

બીજો ડોઝ

1,61,253

45 થી 60 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

7,07,15,580

બીજો ડોઝ

1,12,99,332

60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

6,05,54,245

બીજો ડોઝ

1,92,05,210

કુલ

23,13,22,417

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1724889) Visitor Counter : 316