ગૃહ મંત્રાલય

કોવિડ-19 મહામારીના કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના ભારતીય વિઝા અથવા રોકાણની અવધિ 31.08.2021 સુધી માન્ય ગણવામાં આવશે

Posted On: 04 JUN 2021 3:14PM by PIB Ahmedabad

માર્ચ 2020થી કોવિડ-19 મહામારીના કારણે સામાન્ય વાણિજ્યિક ફ્લાઈટ સંચાલન ઉપલબ્ધ ન હોવાના કારણે, માન્ય ભારતીય વિઝા પર માર્ચ 2020 અગાઉ ભારત આવેલા અનેક વિદેશી નાગરિક ભારતમાં ફસાયા હતા. એવા વિદેશી નાગરિકોને લોકડાઉનના કારણે ભારતમાં પોતાના વિઝાની સમયમર્યાદા વધારવામાં થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ 29.06.2020ના રોજ એક આદેશ જારી કર્યો હતો જેમાં જણાવાયું હતું કે ભારતીય વિઝા કે રોકાણની અવધિ નિર્ધારિત છે. જેમાં 30.06.2021ના રોજ સમાપ્ત થનારા આવા વિદેશી નાગરિકોના વિઝાની મર્યાદાને સામાન્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સંચાલન ફરી શરૂ થવાની તારીખથી વધુ 30 દિવસ સુધી નિઃશૂલ્ક આધાર પર માન્ય ગણવામાં આવશે. જો કે, આવા વિદેશી નાગરિકો મહિનાના હિસાબે પોતાના વિઝાના વિસ્તાર કે રોકાણની અવધિ માટે અરજી કરી રહ્યા છે.

સામાન્ય વાણિજ્યિક ફ્લાઈટ સંચાલનને ફરીથી શરૂ ન કરવાની સ્થિતિમાં આ અંગે હવે એમએચએ દ્વારા ફેરવિચારણા કરવામાં આવી છે અને એ અનુસાર આ નિર્ણય લેવાયો છે કે ભારતમાં ફસાયેલા આવા વિદેશી નાગરિકોના ભારતીય વિઝા કે રોકાણની અવધિને માન્ય ગણવામાં આવશે. જે 31.08.2021 સુધી કોઈ ઓવરસ્ટે પેનલ્ટી વિના નિઃશૂલ્ક રીતે માન્ય ગણાશે. આ વિદેશી નાગરિકોએ પોતાના વિઝાની મર્યાદા વધારવા માટે સંબંધિત એફઆરઆરઓ/એફઆરઓને કોઈ અરજી કરવાની આવશ્યક્તા રહેશે નહીં.

આવા વિદેશી નાગરિકો દેશની બહાર નીકળતા પહેલા સંબંધિત એફઆરઆરઓ/એફઆરઓને બહાર નીકળવાની અનુમતિ માટે અરજી કરી શકે છે, જે કોઈપણ ઓવરસ્ટે પેનલ્ટી વિના નિઃશૂલ્ક પ્રદાન કરવામાં આવશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1724423) Visitor Counter : 311