સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

એક દિવસમાં 1.96 લાખ કેસ, 40 દિવસ પછી દૈનિક ધોરણે નવા કેસનો આંકડો 2 લાખ કરતાં ઓછો નોંધાયો


સક્રિય કેસોનું ભારણ ઘટીને 25,86,782 થયું

દૈનિક પોઝિટીવિટી દર હાલમાં 9.54% છે

દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત આજદિન સુધીમાં રસીના લગભગ 20 કરોડ ડોઝ આપવામાં આવ્યા

છેલ્લા 24 કલાકમાં 18 થી 44 વર્ષના વયજૂથના લાભાર્થીઓમાં 12.82 લાખ ડોઝ આપવામાં આવ્યા; 1 મે 2021થી આજદિન સુધીમાં સર્વાધિક

Posted On: 25 MAY 2021 11:27AM by PIB Ahmedabad

 

કોવિડ-19 મહામારી સામેની જંગમાં પ્રોત્સાહક સંકેત રૂપે, 40 દિવસના અંતરાલ પછી દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોનો આંકડો પ્રથમ વખત 2 લાખથી ઓછો (14 એપ્રિલ 2021ના રોજ દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસની સંખ્યા 1,84,372 હતી) રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 1,96,427 દર્દીઓ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0013Q26.png

 

સંયુક્ત રીતે, દેશમાં સક્રિય કેસોનું ભારણ ઘટીને હવે 25,86,782 થઇ ગયું છે. 10 મે 2021ના રોજ સર્વાધિક સક્રિય કેસો નોંધાયા પછી તેના ભારણમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં 1,33,934 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા 9.60% રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0029U5A.png

 

ભારતમાં છેલ્લા 12 દિવસથી સળંગ દૈનિક ધોરણ નવા નોંધાઇ રહેલા પોઝિટીવ કેસોની સરખામણીએ નવા સાજા થતા કેસોનો આંકડો વધારે નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3,26,850 દર્દીઓ સાજા થયા છે.

ભારતમાં કુલ સાજા થયેલા કેસોનો આંકડો વધીને આજે 2,40,54,861 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર 89.26% સુધી પહોંચી ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ARO9.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004FHRR.png

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 20,58,112 પરીક્ષણો કરવામાં આવ્યા છે અને દેશમાં આજદિન સુધીમાં સંયુક્તરૂપે કરવામાં આવેલા કુલ પરીક્ષણોનો આંકડો 33,25,94,176 થયો છે. દૈનિક પોઝિટીવિટી દર ઘટીને આજે 9.54% સુધી પહોંચી ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005FWKM.png

 

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 28,41,151 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 19,85,38,999 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 97,79,304 HCWs એ પ્રથમ ડોઝ અને 67,18,723 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,50,79,964 FLWs એ પ્રથમ ડોઝ અને 83,55,982 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 44 વર્ષના વયજૂથના 1,19,11,759 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 6,15,48,484 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 99,15,278 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,69,15,863 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,83,13,642 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.

 

HCWs

પ્રથમ ડોઝ

97,79,304

બીજો ડોઝ

67,18,723

FLWs

પ્રથમ ડોઝ

1,50,79,964

બીજો ડોઝ

83,55,982

18-44 વર્ષના લાભાર્થી

પ્રથમ ડોઝ

1,19,11,759

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના

પ્રથમ ડોઝ

6,15,48,484

બીજો ડોઝ

99,15,278

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,69,15,863

બીજો ડોઝ

1,83,13,642

કુલ

19,85,38,999

 

છેલ્લા 24 કલાકમાં 18 થી 44 વર્ષના વયજૂથના લાભાર્થીઓમાં રસીના 12.82 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. 1 મે 2021ના રોજ ઉદારીકૃત કિંમતો અને પ્રવેગિત રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ વ્યૂહનીતિનો અમલ કરવામાં આવ્યો ત્યારથી આજદિન સુધીમાં એક દિવસમાં આ સૌથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

SD/GP



(Release ID: 1721493) Visitor Counter : 234