મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
3 લાખ કરતાં વધારે મહિલાઓને 35 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 701 વન સ્ટોપ કેન્દ્રો (OSCs) દ્વારા સહાયતા આપવામાં આવી
ગુજરાત રાજ્યના 33 અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના 2 OSCનો કુલ 701 વન સ્ટોપ કેન્દ્રોમાં સમાવેશ
Posted On:
22 MAY 2021 2:04PM by PIB Ahmedabad
મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વન સ્ટોપ કેન્દ્ર યોજના (OSCs) અંતર્ગત આજદિન સુધીમાં 3 લાખથી વધારે મહિલાઓને સહાયતા આપવામાં આવી છે. સમગ્ર દેશમાં 1 એપ્રિલ 2015થી આ યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ખાનગી અને જાહેર બંને પ્રકારની જગ્યાઓ પર હિંસા અને આપત્તિના કારણે અસરગ્રસ્ત મહિલાઓને એક જ છત્ર હેઠળ એકીકૃત સહાયતા અને મદદ પૂરી પાડવા માટે અને પોલીસ, મેડિકલ, કાનુની સહાયતા અને સલાહસૂચન, મનોચિકિત્સક સહાય સહિતની સંખ્યાબંધ સેવાઓના તાત્કાલિક, ઇમરજન્સી અને બિન-ઇમરજન્સી ઍક્સેસ માટે રાજ્ય સરકારો/ કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ના પ્રશાસનોના સહયોગથી કેન્દ્રીય મંત્રાલય દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે જેથી મહિલાઓને પોતાની વિરુદ્ધ કોઇપણ પ્રકારની હિંસા સામે લડવામાં જરૂરી સહાયતા પ્રાપ્ત થઇ શકે. આજદિન સુધીમાં, 35 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 701 OSCs ખાતે આ યોજના કાર્યાન્વિત થઇ છે. જેમાં ગુજરાત રાજ્યના 33 અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના 2 OSCનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોવિડ મહામારીના કારણે ઉભી થયેલી પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે મહિલાઓ આપત્તિની પરિસ્થિતિમાં હોય અથવા હિંસાનો ભોગ બની હોય તેઓ ઝડપથી સહાયતા અને સેવાઓ માટે તેમની નજીકના OSCsનો સંપર્ક કરી શકે છે. WCD મંત્રાલયે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો/પ્રશાસકો અને તમામ જિલ્લાઓના DC/DMને નિર્દેશો આપ્યા છે કે, તેઓ લૉકડાઉનના સમયગાળા દરમિયાન પણ વન સ્ટોપ કેન્દ્રોનું પરિચાલન ચાલુ જ રાખે અને ત્યાં કોવિડ-19 સામે લડવા માટેની જરૂરી તમામ મૂળભૂત સામગ્રીઓ જેમકે, સેનિટાઇઝર, સાબુ અને માસ્ક વગેરે પણ ઉપલબ્ધ રાખવામાં આવે.
માર્ગદર્શિકા અનુસાર, આવા કેન્દ્રોના સરળતા અને સુગમતા સાથે પરિચાલન માટે, કાનુની સલાહસૂચન/ તબીબી સહાયતા/ મનોચિકિત્સક-સામાજિક સલાહ- માર્ગદર્શન વગેરે પૂરા પાડવા માટે પેનલમાં સમાવિષ્ટ એજન્સીઓ/ વ્યક્તિઓની નિયુક્તિ/ ભરતી/ પસંદગીની જવાબદારી સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા પ્રશાસનને સોંપવામાં આવી છે. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ અનુસાર ફાળવવામાં આવેલા તેમજ કાર્યાન્વિત OSCsની યાદીની વિગતોનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે:
કાર્યરત વન સ્ટોપ કેન્દ્રો
અનુ. નંબર.
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું નામ
|
કાર્યરત OSCsની સંખ્યા
|
1.
|
આંદામાન અને નિકોબાર (UT)
|
03
|
2.
|
આંધ્રપ્રદેશ
|
13
|
3.
|
અરુણાચલ પ્રદેશ
|
24
|
4.
|
આસામ
|
33
|
5.
|
બિહાર
|
38
|
6.
|
ચંદીગઢ (UT)
|
01
|
7.
|
છત્તીસગઢ
|
27
|
8.
|
દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ (UT)
|
02
|
9.
|
દિલ્હી (UT)
|
11
|
10.
|
ગોવા
|
02
|
11.
|
ગુજરાત
|
33
|
12.
|
હરિયાણા
|
22
|
13.
|
હિમાચલ પ્રદેશ
|
12
|
14.
|
જમ્મુ અને કાશ્મીર (UT)
|
18
|
15.
|
ઝારખંડ
|
24
|
16.
|
કર્ણાટક
|
30
|
17.
|
કેરળ
|
14
|
18.
|
લક્ષદ્વીપ (UT)
|
01
|
19.
|
લદાખ (UT)
|
01
|
20.
|
મહારાષ્ટ્ર
|
37
|
21.
|
મધ્યપ્રદેશ
|
52
|
22.
|
મણીપુર
|
16
|
23.
|
મેઘાલય
|
11
|
24.
|
મિઝોરમ
|
08
|
25.
|
નાગાલેન્ડ
|
11
|
26.
|
ઓડિશા
|
31
|
27.
|
પંજાબ
|
22
|
28.
|
પુડુચેરી (UT)
|
04
|
29.
|
રાજસ્થાન
|
33
|
30.
|
સિક્કિમ
|
04
|
31.
|
તમિલનાડુ
|
34
|
32.
|
તેલંગાણા
|
33
|
33.
|
ત્રિપુરા
|
08
|
34.
|
ઉત્તરપ્રદેશ
|
75
|
35.
|
ઉત્તરાખંડ
|
13
|
કુલ
|
|
701
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ અનુસાર 701 કાર્યરત વન સ્ટોપ કેન્દ્રોની ડિરેક્ટરી આ લિંક પર ઉપલબ્ધ છે: https://wcd.nic.in/schemes/one-stop-centre-scheme-1
SD/GP/JD
(Release ID: 1720898)
Visitor Counter : 305