સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં દૈનિક ધોરણે સર્વાધિક 20.66 લાખ પરીક્ષણ કરીને ફરી વિક્રમ સ્થાપ્યો
સળંગ ચાર દિવસથી દરરોજ 20 લાખ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે
દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 12.45% થયો
સતત નવ દિવસથી દૈનિક ધોરણે સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા સંક્રમિત થતા કેસો કરતાં વધારે નોંધાય છે
સળંગ છઠ્ઠા દિવસે દૈનિક ધોરણે નવા કેસોનો આંકડો 3 લાખથી નીચે જળવાઇ રહ્યો
Posted On:
22 MAY 2021 11:40AM by PIB Ahmedabad
ભારતે છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે અત્યાર સુધીમાં સર્વાધિક 20.66 લાખ કરતાં વધારે પરીક્ષણો કરીને ફરી વખત વિક્રમ સ્થાપિત કર્યો છે. સળંગ ચાર દિવસથી ભારતમાં દૈનિક ધોરણે 20 લાખ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે.
દેશમાં દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 12.45% થઇ ગયો છે.
કુલ મળીને, દેશમાં છેલ્લા 24 કલાકમાં આવેલા પરીક્ષણોની સંખ્યા 20,66,285 છે.
ભારતમાં સતત નવમા દિવસે દૈનિક ધોરણે નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા કરતાં નવા સાજા થયેલા કેસોની સંખ્યા વધુ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 3,57,630 દર્દી સાજા થયા છે.
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને આજે 2,30,70,365 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 87.76% સુધી પહોંચી ગયો છે.
નવા સાજા થયેલામાંથી 73.46% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.
અન્ય એક સકારાત્મક પ્રગતિરૂપે, ભારતમાં સળંગ છઠ્ઠા દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાતા કેસનો આંકડો 3 લાખથી ઓછો રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં દૈનિક ધોરણે નવા 2,57,299 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોમાંથી 78.12% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દેશમાં એક દિવસમાં સૌથી વધુ 36,184 નવા કેસ તમિલનાડુમાં નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કેરળમાં એક દિવસમાં વધુ 32,218 કેસ નોંધાયા છે.
બીજી બાજુ, ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ ઘટીને આજે 29,23,400 થઇ ગયું છે.
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 1,04,525 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા 11.12% રહી છે.
ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 69.94% દર્દીઓ 8 રાજ્યોમાં છે.
નીચે આપેલા આલેખમાં દેશમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યોમાં સક્રીય કેસોની સંખ્યામાં થયેલા ફેરફાર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
દેશભરમાં ચાલી રહેલા કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 19.33 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.
આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 27,76,936 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 19,33,72,819 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 97,38,148 HCWs એ પ્રથમ ડોઝ અને 66,91,350 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,48,70,081 FLWs એ પ્રથમ ડોઝ અને 83,06,020 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 92,97,532 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 6,02,11,957 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 96,84,295 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,63,83,760 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,81,89,676 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.
HCWs
|
પ્રથમ ડોઝ
|
97,38,148
|
બીજો ડોઝ
|
66,91,350
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,48,70,081
|
બીજો ડોઝ
|
83,06,020
|
18-44 વર્ષના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
92,97,532
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના
|
પ્રથમ ડોઝ
|
6,02,11,957
|
બીજો ડોઝ
|
96,84,295
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,63,83,760
|
બીજો ડોઝ
|
1,81,89,676
|
કુલ
|
19,33,72,819
|
દેશમાં આજદિન સુધીમાં આપવામાં રસીના કુલ ડોઝમાંથી 66.30% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
SD/GP/JD
(Release ID: 1720846)
Visitor Counter : 298
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam