સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સમગ્ર દેશમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 19 કરોડથી વધારે થયો

ભારતે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સર્વાધિક 20.61 લાખ પરીક્ષણો કરીને વધુ એક વિક્રમ બનાવ્યો

દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 12.59% થયો

સળંગ આઠમા દિવસે દૈનિક નવા નોંધાયેલા કેસ કરતાં નવા સાજા થયેલાની સંખ્યા વધારે

સતત પાંચ દિવસથી દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 3 લાખ કરતાં ઓછી નોંધાઇ રહી છે

Posted On: 21 MAY 2021 11:53AM by PIB Ahmedabad

ભારતે રસીકરણ કવાયતમાં વધુ એક સીમાચિહ્ન પાર કર્યું છે કારણ કે, દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 19 કરોડ કરતાં વધારે (19,18,79,503) થઇ ગયો છે.

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 27,53,883 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 19,18,79,503 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 97,24,339 HCWs એ પ્રથમ ડોઝ અને 66,80,968 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,47,91,600 FLWs એ પ્રથમ ડોઝ અને 82,85,253 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 86,04,498 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,98,35,256 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 95,80,860 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,62,45,627 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,81,31,102 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.

 

HCWs

પ્રથમ ડોઝ

97,24,339

બીજો ડોઝ

66,80,968

FLWs

પ્રથમ ડોઝ

1,47,91,600

બીજો ડોઝ

82,85,253

18-44 વર્ષના લાભાર્થી

પ્રથમ ડોઝ

86,04,498

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના

પ્રથમ ડોઝ

5,98,35,256

બીજો ડોઝ

95,80,860

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,62,45,627

બીજો ડોઝ

1,81,31,102

 

કુલ

19,18,79,503

 

દેશમાં આજદિન સુધીમાં આપવામાં રસીના કુલ ડોઝમાંથી 66.32% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Y85V.jpg

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 20.61 લાખ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ સાથે, ભારતે ફરીવાર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે પરીક્ષણો કરવાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.

 

બીજી તરફ, હાલમાં દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 12.59% થઇ ગયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0025BA8.jpg

 

ભારતમાં સતત આઠમા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સંખ્યા કરતાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 3,57,295 દર્દી સાજા થયા છે.

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને આજે 2,27,12,735 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 87.25% સુધી પહોંચી ગયો છે.

નવા સાજા થયેલામાંથી 74.55% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003AM7T.jpg

 

અન્ય એક સકારાત્મક સુધારો એ છે કે, ભારતમાં સળંગ પાંચમાં દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાતા કેસનો આંકડો 3 લાખથી ઓછો રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં દૈનિક ધોરણે નવા 2,59,551 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોમાંથી 76.66% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દેશમાં એક દિવસમાં સૌથી વધુ 35,579 નવા કેસ તમિલનાડુમાં નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કેરળમાં એક દિવસમાં વધુ 30,491 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0043L64.jpg

 

બીજી બાજુ, ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ ઘટીને આજે 30,27,925 થઇ ગયું છે.

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 1,01,953 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા 11.63% રહી છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 69.47% દર્દીઓ 8 રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005FH3H.jpg(Release ID: 1720543) Visitor Counter : 46