સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સળંગ 7મા દિવસે દૈનિક નવા નોંધાયેલા દર્દીઓ કરતાં નવા સાજા થયેલા કેસોની સંખ્યા વધુ રહી
સતત ચોથા દિવસે નવા કેસોનો આંકડો 3 લાખ કરતાં ઓછો નોંધાયો
ભારતે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સર્વાધિક 20.55 લાખ પરીક્ષણો કર્યા; નવો વિક્રમ સ્થાપિત થયો
Posted On:
20 MAY 2021 11:14AM by PIB Ahmedabad
ભારતમાં સળંગ સાતમા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થયેલા કેસોનો આંકડો વધુ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 3,69,077 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
ભારતમાં કુલ સાજા થનારાનો આંકડો વધીને આજે 2,23,55,440 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર વધીને 86.74% સુધી પહોંચી ગયો છે.
નવા સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 75.11% દર્દીઓ દસ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે.
અન્ય એક સકારાત્મક બાબત એ છે કે, ભારતમાં સતત ચાર દિવસથી દૈનિક ધોરણે નવા નોંધાતા કેસનો આંકડો 3 લાખથી ઓછો રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં દૈનિક ધોરણે નવા 2,76,110 દર્દીઓ પોઝિટીવ હોવાનું નોંધાયું છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોમાંથી 77.17% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દેશમાં એક દિવસમાં સૌથી વધુ નવા કેસ તમિલનાડુમાં નોંધાયા છે જ્યાં એક દિવસમાં 34,875 દર્દી સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, 34,281 નવા કેસ સાથે કર્ણાટક છે.
બીજી તરફ, ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ ઘટીને આજે 31,29,878 થઇ ગયું છે.
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 96,841 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી આ સંખ્યા 12.14% છે.
ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 69.23% દર્દીઓ 8 રાજ્યોમાં છે.
નીચે આપેલા આલેખમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે સક્રિય કેસો ધરાવતા રાજ્યોમાં દર્દીઓની સંખ્યા થયેલા ફેરફાર પર પ્રકાશ પાડ્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 20.55 લાખ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે (ભારતમાં એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ પરીક્ષણ). આ સિદ્ધિ સાથે ભારતે ગઇકાલે એક દિવસમાં સર્વાધિક પરીક્ષણોનો સ્થપાયેલો પોતાનો જ વિશ્વ વિક્રમ તોડ્યો છે.
હાલમાં દૈનિક પોઝિટીવિટી 13.44% છે.
સંયુક્ત રીતે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,55,010 પરીક્ષણો કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય મૃત્યુ દર હાલમાં 1.11% છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,874 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા 72.25% મૃત્યુ દસ રાજ્યોમાં થયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (594) નોંધાયા છે. તે પછીના ક્રમ કર્ણાટકમાં એક દિવસમાં 468 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 18.70 કરોડ કરતાં વધારે નોંધાયો છે.
આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 27,31,435 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 18,70,09,792 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 96,85,934 HCWs એ પ્રથમ ડોઝ અને 66,67,394 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,46,36,501 FLWs એ પ્રથમ ડોઝ અને 82,56,381 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 44 વર્ષના વયજૂથના 70,17,189 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,83,47,950 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 94,36,168 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,49,36,096 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,80,26,179 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.
HCWs
|
પ્રથમ ડોઝ
|
96,85,934
|
બીજો ડોઝ
|
66,67,394
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,46,36,501
|
બીજો ડોઝ
|
82,56,381
|
18-44 વર્ષના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
70,17,189
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના
|
પ્રથમ ડોઝ
|
5,83,47,950
|
બીજો ડોઝ
|
94,36,168
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,49,36,096
|
બીજો ડોઝ
|
1,80,26,179
|
|
કુલ
|
18,70,09,792
|
દેશમાં આજદિન સુધીમાં આપવામાં રસીના કુલ ડોઝમાંથી 66.61% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
(Release ID: 1720201)
Visitor Counter : 310