પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19ની પરિસ્થિતિ અંગે રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે ચર્ચા કરી


દેશના અન્ય ભાગોમાં પણ ઉદાહરણરૂપ બને તેવી રીતે કોવિડ-19ની પરિસ્થિતિનો સામનો કરવા માટે શ્રેષ્ઠ કામગીરી હાથ ધરવા પ્રધાનમંત્રીએ અધિકારીઓને અનુરોધ કર્યો

Posted On: 18 MAY 2021 2:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય અને જિલ્લાના ફિલ્ડ ઓફિસરો સાથે કોવિડ-19ની પરિસ્થિતિનો સામનો કરવા માટેના અનુભવો અંગે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરી હતી.
મંત્રણા દરમિયાન અધિકારીઓએ કોરોનાની મહામારીની બીજી લહેરનો સામનો કરવા માટેની લડતમાં આગેવાની લેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. અધિકારીઓએ તેમના અનુભવો પ્રધાનમંત્રી સાથે શેર કર્યા હતા અને તાજેતરમાં કોરોનાના કેસ વધ્યા ત્યારે તેમણે તેને અંકુશમાં લેવા માટે કેવા નવીનતમ પગલા ભર્યા હતા તે અંગે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં તબીબી માળખાની સવલતોમાં કરાયેલી વૃદ્ધિ અંગે પણ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ અધિકારીઓને કોરોનાને નાથવા માટે સંશોધનાત્મક પગલા તથા એવા પ્રયાસો કરવાનું કહ્યું હતું કે જે ભવિષ્યમાં દેશના અન્ય જિલ્લાઓમાં અનુકરણીય બની શકે.


ચર્ચા બાદ અધિકારીઓને સંબોધ્યા બાદ પ્રધાનમંત્રીએ કપરા સમયમાં દેશના આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓ તથા વહીવટીતંત્રએ દાખવેલી પ્રતિબદ્ધતા અને તેમના કાર્યમાં દાખવેલા ખંતની પણ પ્રશંસા કરી હતી અને આવા ઉત્સાહથી આગળ ધપીને તેમની કામગીરી જારી રાખવાની અપીલ કરી હતી. તેમણે જિલ્લા અધિકારીઓને જણાવ્યું હતું કેતમારા જિલ્લામાં આવેલા પડકારોને તમે સારી રીતે સમજી શકો છો. આમ જ્યારે તમારો જિલ્લો જીતશે ત્યારે દેશ જીતશે. જ્યારે તમારો જિલ્લો કોરોનાને હરાવશે ત્યારે દેશ કોરોનાને હરાવશે.”

કોરોનાગ્રસ્ત બન્યા હોવા છતાં જેમણે રજા લીધા વિના કામગીરી બજાવી છે તેવા અધિકારીઓને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે કર્મચારીઓ સંખ્યાબંધ લોકો માટે ઉદાહરણરૂપ છે અને તેઓ તેમણે આપેલા બલિદાનને સમજી શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે યુદ્ધમાં ફિલ્ડ કમાન્ડરની હોય છે તેવી કોરોના સામેની લડતમાં તમામ અધિકારીઓની મહત્વની ભૂમિકા હોય છે. તેમણે નોંધ્યુ હતું કે સ્થાનિક કન્ટેન્ટમેન્ટ ઝોન, આક્રમક રીતે ટેસ્ટિંગ અને પ્રજા સમક્ષ સાચી અને સંપૂર્ણ માહિતી વાયરસ સામેના શસ્રો છે.

હાલના તબક્કે કેટલાક રાજ્યોમાં કોરોનાના ચેપના કેસોની સંખ્યા ઘટી રહી છે તો સાથે સાથે કેટલાક રાજ્યમાં તેની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આથી તેમણે કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડા માટે ચોકસાઈપૂર્વકના પગલા લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વાત પર ભાર મૂક્યો હતો કે પ્રત્યેક જીવન બચાવવા માટે લડત આપવાની છે તથા ગ્રામ્ય તથા દુર્ગમ વિસ્તારો પર ધ્યાન આપવાનું છે. તેમણે અધિકારીઓને વિનંતી કરી હતી કે ગ્રામ્ય વસતિને રાહતની સામગ્રી સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસ  કરવા જોઇએ.

પ્રધાનમંત્રીએ અધિકારીઓને તેમના જિલ્લાના  પ્રત્યેક નાગરિકનું જીવન સરળ બનાવવા માટે કાળજી લેવાની પણ સલાહ આપી હતી. તેમણે કોરોનાના ચેપને અટકાવવાની સાથે સાથે જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો અવિરતપણે જારી રહે તેની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. પીએમ કેર્સ ફંડ મારફતે દેશના તમામ જિલ્લાની હોસ્પિટલમાં ઝડપથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી હાથ ધરવાનો પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. પ્રકારના પ્લાન્ટ ઘણી હોસ્પિટલમાં તો શરૂ પણ થઈ ગયા છે.

પ્રધાનમંત્રીએ કોરોનાની અસર ઘટાડવામાં, હોસ્પિટલમાં ભરતી થવાની સંખ્યા ઘટાડવામાં તથા મૃત્યુદર ઘટાડવામાં વેક્સિનેટ થવું કેટલું અગત્યનું તે અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોના માટેની વેક્સિનનો વિપલ જથ્થો પૂરો પાડીને તેની સંખ્યા વધારવા માટે સતત પ્રયાસો જારી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આરોગ્ય મંત્રાલય રસીકરણની સિસ્ટમ અને પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરી રહ્યું છે. રાજ્યને અગાઉથી આગામી 15 દિવસનો કાર્યક્રમ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. વેક્સિનનો બગાડ થતો અટકાવવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂકયો હતો. તેમણે કહ્યું હતું કે હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા અને વેક્સિનની ઉપલબ્ધતા અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવાશે ત્યારે નાગરિકોની સરળતામાં વધારો થશે. રીતે કાળાબજારે પણ નાથવું જોઇએ અને આમ કરનારા લોકો સામે કડક પગલા ભરાવા જોઇએ. ફ્રન્ટલાઇન કર્મચારીઓના ઉત્સાહને વધારવા માટે તેમને એકત્રિત કરવા જોઇએ.

પ્રધાનમંત્રીએ  જે રીતે ગ્રામ્યજનો તેમના ખેતરમાં સામાજિક અંતર રાખે છે તેની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રામવાસીઓ માહિતીને તરત ગ્રહણ કરી લે છે અને પોતાની જરૂરિયાત મૂજબ તેનો અમલ કરે છે. ગામડાઓની તો તાકાત છે. તેમણે ઉમેર્યું હતું કે આપણે કોરોના વાયરસ સામે શ્રેષ્ઠ કામગીરી અપનાવવી જોઇએ. તેમણે એમ કહીને તમામને સ્વતંત્રતા આપી હતી કે સંશોધનાત્મક પગલા લેવા માટે તમે મુક્ત છો. તમે નીતિમાં ફેરફાર સૂચવી શકો છો. કોવીડના કેસોની સંખ્યામાં ઘટાડો થાય તો પણ સાવચેત રહેવ માટે પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો હતો.

બેઠકમાં ગૃહ મંત્રી, સંરક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ, નીતિ આયોગના સદસ્ય (આરોગ્ય), આરોગ્ય સચિવ, ફાર્માસ્યુટિકલ સચિવ તથા પીએમઓ, મંત્રાલય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના અન્ય અધિકારીઓએ હાજરી આપી હતી.
SD/GP/JD

 


(Release ID: 1719614) Visitor Counter : 318