પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી કોવિડ-19ની સારવારમાં લાગેલા દેશભરમાં વિવિધ રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે સંવાદ કરશે

Posted On: 17 MAY 2021 7:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 મેના રોજ સવારે 11 વાગે રાજ્યો અને જિલ્લાઓના ફિલ્ડ અધિકારીઓ સાથે સંવાદ કરશે અને મહામારીના સંચાલનમાં તેમના અનુભવ વિશે જાણકારી મેળવવા અને અન્ય અધિકારીઓ સાથે વહેંચવા સંવાદ કરશે.

આ જિલ્લાઓમાંથી ઘણા જિલ્લાઓમાં કોવિડ-19ના કેસોમાં મોટો વધારો થયો છે અને બહોળા પ્રમાણમાં ઇન્ફેક્શન જોવા મળે છે.

વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં કોવિડ-19 સામેની લડાઈનું નેતૃત્વ ફિલ્ડ સ્તરના અધિકારીઓ કરી રહ્યાં છે. તેમાંથી ઘણા અધિકારીઓએ સારી પહેલો હાથ ધરી છે અને નવીન સમાધાનો પ્રસ્તુત કર્યા છે. આ પ્રકારની પહેલોને બિરદાવવાથી અસરકારક પ્રતિસાદ યોજના વિકસાવવામાં, લક્ષિત વ્યૂહરચનાનો અમલ કરવામાં અને જરૂરી નીતિગત હસ્તક્ષેપો કરવા માટે ટેકો મેળવવામાં મદદ મળશે. ઘણી અસરકારક પહેલો હાથ ધરવામાં આવી છે – જેમાં મહામારીને નિયંત્રણમાં રાખવા કન્ટેઇન્મેન્ટના કડક પગલાં સુનિશ્ચિત કરવાથી લઈને જીવલેણ બીજી લહેરનું સંચાલન કરવા માટે હેલ્થકેર સુવિધાઓ તૈયાર કરવી, હેલ્થકેર વર્કફોર્સ ઉપલબ્ધ કરાવવી અને લોજિસ્ટિક્સ માટે પુરવઠાની સતત સાંકળ ઊભી કરવા જેવી પહેલો સામેલ છે – આ જિલ્લાઓમાં સ્થિતિસંજોગોનું વ્યવસ્થાપન કરવાના તેમના સતત પ્રયાસોને પગલે સફળતા પણ મળી છે, જેને દેશભરમાં પુનરાવર્તન કરી શકાશે.

આદરણીય પ્રધાનમંત્રી સાથે સંવાદમાં અધિકારીઓ કેટલીક શ્રેષ્ઠ પ્રેક્ટિસની જાણકારી આપશે તેમજ કોવિડ-19 સામે ચાલુ લડાઈમાં સફળતા મેળવવા માટે, ખાસ કરીને અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે ઉપયોગી સૂચનો આપશે અને વિવિધ ભલામણો કરશે,.

આવતીકાલની બેઠકમાં કર્ણાટક, બિહાર, અસમ, ચંદીગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ગોવા, હિમાચલપ્રદેશ, દિલ્હીમાંથી અધિકારીઓ સામેલ થશે.

SD/GP/JD



(Release ID: 1719495) Visitor Counter : 228