સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 18 કરોડથી વધારે થયો
18થી 44 વર્ષના વયજૂથના 42 લાખ કરતાં વધારે લાભાર્થીઓનું અત્યાર સુધીમાં રસીકરણ કરવામાં આવ્યું
24 કલાકમાં કોવિડના દૈનિક નવા કેસ કરતાં નવા સાજા થનારાની સંખ્યા વધારે, છેલ્લા પાંચ દિવસમાં ચાર વખત રિકવરીનો આંકડો વધારે નોંધાયો
છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યામાં 31,091 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો
કોવિડ-19ને ડામવા માટે વિદેશમાંથી પ્રાપ્ત થઇ રહેલી રાહત સામગ્રીને સતત ઝડપથી મંજૂરી આપીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવી રહી છે
Posted On:
15 MAY 2021 11:22AM by PIB Ahmedabad
દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 18 કરોડથી વધારે થઇ ગયો છે.
આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 26,02,435 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 18,04,57,579 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 96,27,650 HCWs એ પ્રથમ ડોઝ અને 66,22,040 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,43,65,871 FLWs એ પ્રથમ ડોઝ અને 81,49,613 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 42,58,756 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,68,05,772 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 87,56,313 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,43,17,646 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,75,53,918 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.
HCWs
|
પ્રથમ ડોઝ
|
96,27,650
|
બીજો ડોઝ
|
66,22,040
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,43,65,871
|
બીજો ડોઝ
|
81,49,613
|
18-44 વર્ષના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
42,58,756
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના
|
પ્રથમ ડોઝ
|
5,68,05,772
|
બીજો ડોઝ
|
87,56,313
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,43,17,646
|
બીજો ડોઝ
|
1,75,53,918
|
|
કુલ
|
18,04,57,579
|
દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 66.73% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 18 થી 44 વર્ષની વયજૂથના 3,28,216 લાભાર્થીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને આ વયજૂથમાં સમગ્ર દેશમાં 32 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા 42,58,756 થઇ ગઇ છે. નીચે આપેલા કોષ્ટકમાં 18 થી 44 વર્ષના વયજૂથના લાભાર્થીઓને આજદિન સુધીમાં આપવામાં આવેલા ડોઝની વિગતવાર માહિતી આપી છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય
|
કુલ
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
1,176
|
2
|
આંધ્રપ્રદેશ
|
2,624
|
3
|
આસામ
|
1,60,139
|
4
|
બિહાર
|
5,08,034
|
5
|
ચંદીગઢ
|
974
|
6
|
છત્તીસગઢ
|
1,028
|
7
|
દાદરા અને નગર હવેલી
|
1,663
|
8
|
દમણ અને દીવ
|
2,036
|
9
|
દિલ્હી
|
5,26,232
|
10
|
ગોવા
|
1,858
|
11
|
ગુજરાત
|
4,50,980
|
12
|
હરિયાણા
|
3,99,946
|
13
|
હિમાચલ પ્રદેશ
|
14
|
14
|
જમ્મુ અને કાશ્મીર
|
30,642
|
15
|
ઝારખંડ
|
32,469
|
16
|
કર્ણાટક
|
1,08,059
|
17
|
કેરળ
|
1,364
|
18
|
લદાખ
|
86
|
19
|
મધ્યપ્રદેશ
|
1,36,369
|
20
|
મહારાષ્ટ્ર
|
6,40,922
|
21
|
મેઘાલય
|
1,920
|
22
|
નાગાલેન્ડ
|
4
|
23
|
ઓડિશા
|
1,23,086
|
24
|
પુડુચેરી
|
2
|
25
|
પંજાબ
|
6,403
|
26
|
રાજસ્થાન
|
6,14,253
|
27
|
તમિલનાડુ
|
28,241
|
28
|
તેલંગાણા
|
500
|
29
|
ત્રિપુરા
|
2
|
30
|
ઉત્તરપ્રદેશ
|
3,66,239
|
31
|
ઉત્તરાખંડ
|
88,277
|
32
|
પશ્ચિમ બંગાળ
|
23,214
|
કુલ
|
42,58,756
|
છેલ્લા 24 કલાકમાં રસીના 11 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના 119મા દિવસે (14 મે 2021ના રોજ) દેશભરમાં રસીના કુલ 11,03,625 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 11,628 સત્રોનું આયોજન કરીને 6,29,445 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 4,74,180 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 14 મે, 2021 (દિવસ-119)
HCWs
|
પ્રથમ ડોઝ
|
8,861
|
બીજો ડોઝ
|
16,604
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
39,258
|
બીજો ડોઝ
|
31,058
|
18 થી 44 વર્ષ
|
પ્રથમ ડોઝ
|
3,28,316
|
45 થી 60 વર્ષ
|
પ્રથમ ડોઝ
|
1,83,313
|
બીજો ડોઝ
|
2,04,871
|
60 વર્ષથી વધુ
|
પ્રથમ ડોઝ
|
69,697
|
બીજો ડોઝ
|
2,21,647
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
6,29,445
|
બીજો ડોઝ
|
4,74,180
|
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો આજે 2,04,32,898 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર 83.83% છે
છેલ્લા 24 કલાકમાં કુલ 3,53,299 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં છેલ્લા પાંચ દિવસમાંથી ચાર દિવસમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કોવિડના દર્દીઓ કરતાં નવા સાજા થયેલા દર્દીઓનો આંકડો વધારે નોંધાયો છે.
નવા સાજા થયેલામાં 70.49% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ ઘટીને આજે 36,73,802 થયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી આ આંકડો હવે 15.07% છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 31,091 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
ભારતમાં કુલ સક્રિ કેસોમાંથી 77.26% દર્દીઓ 11 રાજ્યોમાં છે.
નીચે આપેલો આલેખ છેલ્લા 24 કલાકમાં રાજ્યોમાં સક્રિય કેસોની સ્થિતિમાં થયેલા ફેરફાર પર પ્રકાશ પાડે છે.
રાજ્યોમાં છેલ્લા 15 દિવસમાં સક્રિય કેસોની સ્થિતિમાં થયેલું પરિવર્તન નીચે આપેલા આલેખમાં બતાવવામાં આવ્યું છે.
કોવિડ-19ના ડામવા માટે વિદેશમાંથી સહાયરૂપે પ્રાપ્ત થઇ રહેલી રાહત સામગ્રીને ઝડપથી મંજૂરી આપીને તાકીદના ધોરણે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવી રહી છે. આજદિન સુધીમાં કુલ મળીને, 10,796 ઓક્સિજન કોન્સન્ટ્રેટર; 12,269 ઓક્સિજન સિલિન્ડર; 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ; 6,497 વેન્ટિલેટર/Bi PAP અને રેમડેસિવીરની 4.2 લાખ કરતાં વધારે શીશીઓનો જથ્થો જમીન અને હવાઇમાર્ગે પહોંચાડવામાં આવ્યો છે/રવાના કરવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 3,26,098 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા દર્દીઓમાંથી 74.85% કેસ દસ રાજ્યોમાં નોંધાયા છે.
દૈનિક ધોરણે સૌથી વધારે કેસ કર્ણાટકમાં નોંધાયા છે જ્યાં નવા 41,779 દર્દી એક દિવસમાં સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં 39,923 જ્યારે કેરળમાં 34,694 નવા દર્દી નોંધાયા છે.
રાષ્ટ્રીય મૃત્યુદર હાલમાં 1.09% છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 3,890 દર્દી મૃત્યુ પામ્યા છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 72.19% દર્દી દસ રાજ્યોમાં મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુ (695) નોંધાયા છે. તે પછીના ક્રમે, કર્ણાટકમાં એક દિવસમાં 373 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
SD/GP/JD
(Release ID: 1718775)
Visitor Counter : 317
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam