સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ રાહત સહાય વિશે અપડેટ
દુનિયાભરમાંથી પ્રાપ્ત થઇ રહેલી સહાય ભારત સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડના વ્યવસ્થાપન માટે યોગ્ય રીતે વહેંચીને ઝડપથી પહોંચાડવામાં આવી રહી છે
અત્યાર સુધીમાં 9200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ; 5243 ઓક્સિજન સિલિન્ડર; 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ; 5913 વેન્ટિલેટર/Bi PAP; લગભગ 3.44 લાખ રેમડેસિવીર શીશીનો જથ્થો પહોંચાડવામાં આવ્યો/રવાના કરવામાં આવ્યો
Posted On:
11 MAY 2021 3:42PM by PIB Ahmedabad
દેશમાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં તીવ્ર વૃદ્ધિના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિ સામે લડવાના ભારતના પ્રયાસોમાં વૃદ્ધિ કરવા માટે વિવિધ દેશો/સંગઠનો દ્વારા 27 એપ્રિલ 2021ના રોજથી ભારતમાં કોવિડ-19 રાહત તબીબી પૂરવઠા અને ઉપકરણોનું આંતરરાષ્ટ્રીય દાન ભારત સરકારને પ્રાપ્ત થઇ રહ્યું છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી આ વૈશ્વિક સહાય ઝડપથી પહોંચાડવા માટે ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો “સંપૂર્ણ સરકાર”ના અભિગમ હેઠળ એક સુવ્યવસ્થિત અને પદ્ધતિસરના વ્યવસ્થાતંત્ર દ્વારા વિના અવરોધે એકબીજા સાથે સહયોગથી કામ કરી રહ્યાં છે.
કુલ મળીને, 27 એપ્રિલ 2021થી 10 મે 2021 સુધીમાં 9200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ; 5243 ઓક્સિજન સિલિન્ડર; 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ; 5913 વેન્ટિલેટર/Bi PAP; લગભગ 3.44 લાખ રેમડેસિવીર શીશીનો જથ્થો હવાઇ અને જમીન માર્ગે પહોંચાડવામાં આવ્યો/રવાના કરવામાં આવ્યો છે.
UAE, ઇઝરાયલ, USA અને નેધરલેન્ડ્સ તરફથી 10 મે 2021ના રોજ પ્રાપ્ત થયેલા મુખ્ય કન્સાઇન્મેન્ટમાં સામેલ છે:
- વેન્ટિલેટર્સ/BiPAP/CPAP (610)
- ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ (300)
- ફેરિપિરાવીર - 12600 સ્ટ્રીપ (દરેક સ્ટ્રીપમાં 40 ગોળી)
અસરકારક તાત્કાલિક ફાળવણી અને પ્રાપ્ત કરનાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાઓને સુવ્યવસ્થિત ડિલિવરીની સમગ્ર પ્રક્રિયા પર વ્યાપકરૂપે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવે છે. એક સમર્પિત સંકલન સેલ પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં તૈયાર કરવામાં આવ્યો છે જેથી વિદેશથી અનુદાન, સહાય અને દાન તરીકે પ્રાપ્ત થયેલી કોવિડ સંબંધિત રાહત સામગ્રીની પ્રાપ્તિ અને ફાળવણીનું યોગ્ય સંકલન થઇ શકે. 26 એપ્રિલ 2021ના રોજ આ સેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ત્યારથી જ કાર્યરત છે. આરોગ્ય મંત્રાલય દ્વારા 2 મે 2021ના રોજ પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા પણ તૈયાર કરીને તેનો અમલ કરવામાં આવ્યો છે.
તસવીર 1: UKથી આવેલું ઓક્સિજન જનરેટર જે દર મિનિટે 500 લિટર આઉટપૂટની ક્ષમતા વાલા છે. ગઇ રાત્રે તેને દિલ્હીથી આસામના ચિરાંગ ખાતે રેલવે માર્ગે રવાના કરવામાં આવ્યું હતું.
તસવીર 2: કુવૈતથી આવેલી તબીબી રાહત જેમાં 40 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજન સાથેની બે ISO ઓક્સિજન ટેન્ક, 200 ઓક્સિજન સિલિન્ડર અને 4 હાઇ ફ્લો ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે જે વિવિધ રાજ્યોમાં વિતરણ કરવા માટે ગઇકાલે સાંજે INS કોલકાતા દ્વારા મેંગલોર બંદરે લાવવામાં આવ્યા હતા.
તસવીર 3: સિંગાપોરથી પ્રાપ્ત થયેલી 3600 ઓક્સિજન સિલિન્ડરની તબીબી સહાય. વિવિધ રાજ્યોમાં વિતરણ માટે તેને ગઇકાલે સાંજે INS ઐરાવત દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે લાવવામાં આવ્યા હતા.
****************************************
SD/GP/PC
(Release ID: 1717683)
Visitor Counter : 312
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam