સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકાર “સંપૂર્ણ સરકાર”નો અભિગમ અપનાવીને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, સિલિન્ડરો, જનરેશન પ્લાન્ટ્સ અને 3.4 લાખ કરતાં વધારે રેમડેસિવીરની શીશીઓની વૈશ્વિક સહાય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ખૂબ જ ઝડપથી પહોંચાડી રહી છે


61 દિવસ પછી 24 કલાકમાં કોવિડના નવા કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઇ

બે મહિના પછી પ્રથમ વખત સક્રિય કેસોના ભારણમાં 30,016 દર્દીઓનો ઘટાડો નોંધાયો

આજદિન સુધીમાં 18થી 44 વર્ષના વયજૂથમાં 25.5 લાખ કરતાં વધારે લાભાર્થીનું રસીકરણ કરવામાં આવ્યું

Posted On: 11 MAY 2021 11:40AM by PIB Ahmedabad

 

ભારતને કોવિડ-19 મહામારી સામેની જંગમાં વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલા 8,900 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, 5,043 ઓક્સિજન સિલિન્ડર, 18 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, 5,698 વેન્ટિલેટર્સ/ Bi PAP/ C PAP અને 3.4 લાખથી વધારે રેમડેસિવીરના વાયલ (શીશી)ની ડિલિવરી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં કરવામાં આવી છે/રવાના કરવામાં આવ્યા છે. કોવિડ સામેની રાજ્યોની પ્રતિક્રિયા વધુ મજબૂત બનાવવા અને તેમને પૂરક સહાય માટે આ જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી સહાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઝડપથી પહોંચડવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક કસ્ટમ મંજૂરી અને હવાઇ તેમજ રોડ માર્ગેથી જથ્થો પહોંચાડવાની કામગીરી સુનિશ્ચિત કરી છે.

દેશવ્યાપી રસીકરણ કવાયતના તબક્કા-3નું વધારે વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી દેશભરમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 17.27 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.

બે મહિના (61 દિવસ) પછી પ્રથમ વખત દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાં છેલ્લા 24 કલાકમાં 30,016 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

આ ઉપરાંત, 61 દિવસ પછી પ્રથમ વખત છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસોની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઇ છે.

ભારતમાં દૈનિક ધોરણે નોંધાતા નવા કેસ અને નવા સાજા થયેલા કેસોમાં થતી આગેકૂચ નીચે આપેલા આલેખમાં દર્શાવી છે.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0015PV3.jpg

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 25,15,519 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 17,27,10,066 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 95,64,242 HCWs એ પ્રથમ ડોઝ અને 65,05,744 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,40,54,058 FLWs એ પ્રથમ ડોઝ અને 78,53,514 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 25,59,339 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,55,10,630 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 71,95,632 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,38,06,205 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,56,60,702 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.

 

HCWs

પ્રથમ ડોઝ

95,64,242

બીજો ડોઝ

65,05,744

FLWs

પ્રથમ ડોઝ

1,40,54,058

બીજો ડોઝ

78,53,514

18-44 વર્ષના લાભાર્થી

પ્રથમ ડોઝ

25,59,339

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના

પ્રથમ ડોઝ

5,55,10,630

બીજો ડોઝ

71,95,632

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,38,06,205

બીજો ડોઝ

1,56,60,702

 

કુલ

17,27,10,066

 

દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 66.7% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00272WQ.jpg

 

આજે, 18 થી 44 વર્ષની વયજૂથના 5,24,731 લાભાર્થીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને આ વયજૂથમાં સમગ્ર દેશમાં 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા 25,59,339 થઇ ગઇ છે. નીચે આપેલા કોષ્ટકમાં 18 થી 44 વર્ષના વયજૂથના લાભાર્થીઓને આજદિન સુધીમાં આપવામાં આવેલા ડોઝની વિગતવાર માહિતી આપી છે.

 

અનુક્રમ નંબર

રાજ્ય

કુલ

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

1,059

2

આંધ્રપ્રદેશ

812

3

આસામ

1,06,750

4

બિહાર

1,79,507

5

ચંદીગઢ

2

6

છત્તીસગઢ

1,026

7

દિલ્હી

3,66,391

8

ગોવા

1,228

9

ગુજરાત

3,24,192

10

હરિયાણા

2,94,109

11

હિમાચલ પ્રદેશ

14

12

જમ્મુ અને કાશ્મીર

29,139

13

ઝારખંડ

94

14

કર્ણાટક

21,485

15

કેરળ

397

16

લદાખ

86

17

મધ્યપ્રદેશ

48,910

18

મહારાષ્ટ્ર

5,10,518

19

મેઘાલય

2

20

નાગાલેન્ડ

4

21

ઓડિશા

50,062

22

પુડુચેરી

1

23

પંજાબ

4,163

24

રાજસ્થાન

4,13,411

25

તમિલનાડુ

16,735

26

તેલંગાણા

500

27

ત્રિપુરા

2

28

ઉત્તરપ્રદેશ

1,67,308

29

ઉત્તરાખંડ

14,340

30

પશ્ચિમ બંગાળ

7,092

કુલ

25,59,339

 

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં રસીના 25 લાખ કરતાં ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના 115મા દિવસે (10 મે 2021ના રોજ) દેશભરમાં રસીના કુલ 25,03,756 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 18,542 સત્રોનું આયોજન કરીને 10,75,948 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 14,27,808 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તારીખ: 10 મે, 2021 (દિવસ-115)

HCWs

પ્રથમ ડોઝ

16,754

બીજો ડોઝ

33,931

FLWs

પ્રથમ ડોઝ

79,417

બીજો ડોઝ

96,884

18 થી 44 વર્ષ

પ્રથમ ડોઝ

5,24,731

45 થી 60 વર્ષ

પ્રથમ ડોઝ

3,25,342

બીજો ડોઝ

6,26,213

60 વર્ષથી વધુ

પ્રથમ ડોઝ

1,29,704

બીજો ડોઝ

6,70,780

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

10,75,948

બીજો ડોઝ

14,27,808

 

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,90,27,304 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 82.75% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,56,082 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

નવા સાજા થનારા કુલ કેસોમાંથી 72.28% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003T0DO.jpg

 

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નવા 3,29,942 પોઝિટીવ કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલામાંથી 69.88% દર્દીઓ દસ રાજ્યોમાં છે.

દેશમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસ કર્ણાટકમાં નોંધાયા છે જ્યાં દૈનિક ધોરણે વધુ 39,305 દર્દી સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં 37,236 જ્યારે તમિલનાડુમાં નવા 28,978 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004P2TW.jpg

 

ભારતમાં સક્રિય કેસોના ભારણનો કુલ આંકડો ઘટીને આજે 37,15,221 સુધી પહોંચી ગયો છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો હવે 16.16% થઇ ગયો છે.

બે મહિના (61 દિવસ) પછી પહેલી વખત છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 30,016 દર્દીનો ચોખ્ખો ઘટાડો થયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 82.68% દર્દીઓ તેર રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005MP27.jpg

 

નીચે આપેલા આલેખમાં દર્શાવ્યા અનુસાર, દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 24.44% દર્દીઓ હવે 10 જિલ્લામાંથી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006UG4K.jpg

રાષ્ટ્રીય મૃત્યુદર હાલમાં 1.09% છે.

છેલ્લા 24 કલાકમાં 3,876 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

નવા દૈનિક મૃત્યુઆંકમાં 73.09% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. કર્ણાટકમાં દૈનિક ધોરણે સૌથી વધુ મૃત્યુઆંક (596) નોંધાયો છે જ્યારે તે પછીના ક્રમે મહારાષ્ટ્રમાં એક દિવસમાં 549 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007MA1M.jpg

                                                                                                                                 *****************************

SD/GP/PC


(Release ID: 1717618) Visitor Counter : 314